Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ગીરગઢડા પંથકમાં સગીર ભત્રીજી ઉપર બળાત્‍કાર ગુજારવા અંગે ફુવાને આજીવન કેદ ફરમાવતી અદાલત

આરોપીએ રક્ષણ કરવાના બદલે ભક્ષણ કર્યુઃ જીવે ત્‍યાં સુધી જેલમાં રાખવા હુકમ

ઉના, ત., ૨૬:  ગીગરઢડા તાલુકાની ૧૦ વરસની સગીરાને સગા ફુવાએ બળાત્‍કાર કરી પીંખી નાખ્‍યાના ગુનામાં ઉનાની સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટે એ આરોપીને જીવે ત્‍યાં સુધીની સજા અને રૂા. ૩પ હજાર દંડની નોંધપાત્ર સજા  જજશ્રીએ ફટકારી હતી અને  સગીરાને વળતર માટે સરકારમાંથી પાંચ લાખનું વળતર આપવા આદેશ પણ કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ ગીરગઢડા ગામની ૧૦ વરસની સગીરાને ગત તા. ૨૮-૨-૨૦૧૯ના રોજ દ્રોણ ગામની સીમમાં ભાગવામાં વાવવા રાખેલ ખેતરે મંડવીના ઓળા ખાવા સગા ફુવા ભીખાભાઇ જીવણભાઇ સોલંકી (ઉ.વ.૪પ) રે. ગીરગઢડા વાળો પરણીત છે. તે વાડીએ લઇ જઇ મોડી રાત્રીના ભીખાભાઇના શરીરમાં વાસનાનો રાક્ષસ જાગૃત થયેલ અને સગી ભત્રીજીની રક્ષણ કરવાની જવાબદારી હોવા છતા બળાત્‍કાર કરી નાસી ગયેલ હતો.
આ અંગે સગીરાની માતાને જાણ થતાં સગીરાને દવાખાને સારવાર માટે લઇ જઇ ગીરગઢડા પોલીસ સ્‍ટેશનમાં આરોપી ભીખા જીવણ સોલંકી સામે બળાત્‍કાર દુષ્‍કર્મની ફરીયાદ નોંધાવેલ હતી. ફરજ પરના પીએસઆઇ કલ્‍પનાબેન અધેરાએ આરોપી સામે આઇપીસી ૩૭૬ અને પોકસોનો ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. તપાસ કરી તેનું ચાર્જ સીટી તલાળા ગીરનાં સી.બી.આઇ. રાઠોડે ઉના કોર્ટમાં ચાર્જશીટ મુકેલ હતું.
આ કેસ ઉનામાં આવેલ સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટમાં ચાલતા ફરીયાદી પક્ષે સરકારી વકીલ મોહનભાઇ ગોહેલે ફરીયાદીની જુબાની, ભોગ બનનારની જુબાની, પોલીસ અધિકારી, ડોકટર, સાહેદોની જુબાની, એફ.એસ.એલ. લેબોરેટરીનો રીપોર્ટ રજુ કરી રજુઆત કરેલ કે સગા ફુવાએ દીકરી સમાન ભત્રીજીનું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરેલ હોય આકરામાં આકરી સજા કરવા મંગણી કરી હતી.
ઉનાના સ્‍પેશ્‍યલ પોકસો કોર્ટના જજશ્રી રેખાબેન આસોડીયાએ પુરાવા, જુબાની, દલીલો સરકારી વકીલ મોહનભાઇ ગોહેલની માન્‍ય રાખી આરોપી સામે ગુનો સાબીત માની ભીખાભાઇ જીવણભાઇ સોલંકી (ઉ.વ.૪પ) રે.ગીરગઢડા વાળાને કુદરતી જીવનનો અંત સુધીની સખત સજા અને રૂા.૩૫ હજાર રૂપીયા દંડ ભરવા હુકમ કરેલ છે. આ કેસ ચાલ્‍યો ત્‍યાં સુધી આરોપી જેલમાં હતો જામીન મળેલ ન હતા.
તેમજ સગીરાને વળતર માટે સરકારશ્રી યોજના મુજબ રૂા. પ લાખ ચુકવવા આદેશ કરેલ છે. આમ ઉનાની સ્‍પેશ્‍યલ પોકસો કોટનાં એડીસનલ સેશન્‍સ મહિલા જજશ્રીએ નોંધપાત્ર ચુકાદો આપી ન્‍યાય આપ્‍યો હતો.

 

(1:27 pm IST)