Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

પ્રેમ સબંધ રાખવાની ના પાડતા મુસ્‍લિમ યુવતિને બે કોળી પ્રેમીએ ટૂંપો આપી દીધો

ઉપલેટા અને તલગણાના બે શખ્‍સો સાથે ૧૦ વર્ષથી સબંધ હતો : મોટા દડવા (ગોંડલ)ની શબીનાબેને સ્‍વતંત્ર જીવવાનું કહ્યું : કાલાવાડ તાલુકામાંથી મળેલી અજાણી લાશ અંગે ગુન્‍હો દાખલ થયા બાદ હત્‍યાનો ભેદ ખૂલ્‍યો : ચકચાર

 (મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૬ : કાલાવાડ પંથકમાં ફગાસની સીમમાંથી પરમ દિવસે એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી જેનું પી.એમ. કર્યા બાદ આ લાશ મુસ્‍લિમ મહિલાની તેઓની પહેરવેશ ઉપરથી સ્‍પષ્‍ટ થયા બાદ તેણીની હત્‍યા થયાનો ભેદ ખૂલતા ચકચાર મચી જવા પામી છે.  તેણીની હત્‍યા પ્રેમ સબંધ રાખવાની ના પાડતા અને સ્‍વતંત્ર જીવવાનું કહેતા તેના જ બે પ્રેમીઓએ કરી હોવાની વિગતો બહાર આવી છે.
કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં તસ્‍લીમબેન ઉર્ફે મધી સોહિલભાઈ દાદુભાઈ સંધી, જે તૈયબભાઈ જુમાભાઈ સમાની પુત્રી (ઉ.વ.૧૯) (રે. મોટા દડવા ગામની સીમ, કરમાર ડેમની બાજુમાં, તા.ગોડલવાળા)એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રરના ફરીયાદી તસ્‍લીમબેનની માતા સબીનાબેન (ઉ.વ.આ.૪૦)ને આરોપી ભીખાભાઈ મગનભાઈ કોળી, (રે. ઉપલેટા) સાથે આશરે દશેક વર્ષથી પ્રેમ સબંધ હોય અને આરોપી કાળુભાઈ પ્રેમજીભાઈ કોળી, (રે. તલંગાણા ગામ, તા.ઉપલેટા) સાથે આશરે સાતેક વર્ષથી પ્રેમ સબંધ હોય અને સબીનાબેનને હવે પ્રેમસબંધ રાખવો ન હોય, બધુ ભુલી જઈ પોતે સ્‍વતંત્ર જીવન જીવવા માગતા હોય પરંતુ બંન્‍ને આરોપીઓ સબીનાબેનને પ્રેમ સબંધ બાબતે અવાર-નવાર હેરાન પરેશાન કરતા હોય અને સબીનાબેનને પ્રેમ કરવા માટે મજબુર કરતા હોય પરંતુ સબીનાબેને બંન્‍ને આરોપીઓની વાત ન માનતા આરોપી ભીખાભાઈ મગનભાઈ કોળી તથા કાળુભાઈ પ્રેમજીભાઈ કોળી એ પ્રેમસબંધના કારણે અબીનાબેનને ફગાસ ગામની સીમમા ફગાસ ગામથી માછરડા ગામ તરફ રોડ ઉપર માછરડા-૩, ફગાસ-૩ લખેલ માઈલ સ્‍ટોન પથ્‍થરથી આશરે ૩૦૦ ફુટ દુર મછરડા ગામ તરફ રોડની સાઈડમાં ગળાટુંપો આપી ગળુ દબાવી જાનથી મારી નાખી એકબીજાની મદદગારી કરી સબીનાબેનનું ખુન કરી ગુનો કરેલ છે.  
છાતીમાં દુઃખાવો ઉપડતા આધેડનું મોત
જીણવારી ગામની લાલસ સીમમાં રહેતા જાનાબેન પુંજાભાઈ નારણભાઈ સીર, ઉ.વ.પ૦ એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, પુંજાભાઈ નારણભાઈ સીર, ઉ.વ.પ૦,પોતાની વાડીએ ટ્રેકટર માંથી તછ બનાવવા માટેની પાપડીયો ઉતારતા હતા તે દરમ્‍યાન ચકકર આવતા એકાએક છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં લઈ જતા મૃત્‍યુ પામેલ છે.
જામજોધપુરમાં જુગાર રમતા બે ઝડપાયા : ત્રણ ફરાર
જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. ભગીરથસિંહ મયુરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ચણના ઓટાથી આગળ શાંતિનગર સોસાયટી તરફ જતા રોડ પર સ્‍ટ્રીટ લાઈટના અજવાળે શ્‍યામભાઈ મનસુખભાઈ ડાભી, વિપુલભાઈ દિનેશભાઈ મકવાણા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.રપ૪૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપીઓ રવિ મનસુખભાઈ મકવાણા, કેતન વિરાભાઈ પરમાર, અસલમ મામદભાઈ કટારીયા, ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(11:47 am IST)