Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ચોટીલામાં રખડતા પશુઓ મોતનું સિગ્નલ

ખુટીયા બાખડતા દુકાનમાં ઘુસી જતા લોકો જીવ બચાવવા દોડયા!

 (હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૨૬ : ચોટીલા શહેરમાં રખડું રેઢિયાળ પશુઓ મોત નું સિગ્નલ બન્‍યા હોય તેવા બનાવો છાશવારે બને છે ગુરૂવારનાં જ શહેરના ખાંડી પ્‍લોટ વિસ્‍તારમાં બે પશુઓ બાખડતા રેડીમેન્‍ટ કપડાની દુકાનમાં ઘુસી જતા અફડા તફડી મચી ગયેલ હતી અને દુકાનમાં રહેલા ગ્રાહકો જીવ બચાવવા દોટ મુકી હતી

 શહેરમાં રેઢિયાળ રખડુ પશુઓ મોટા પ્રમાણમાં છે જેમા ખાસ કરી ને ખુટીયાઓની મોટી વસ્‍તી છે અનેક વખત લોકોને ઇજાઓ પહોચેલ તેવા જાહેરમાં પશુઓ બાખડતા જોવા મળે છે, બિલ્‍ડીંગ ઉપર ચડી ગયાના બનાવો પણ સામે આવેલ છે, અનેકના વાહનોને નુકશાન કર્યાના બનાવો બનેલ છે ત્‍યારે ખાંડી પ્‍લોટ જેવા ધમધમતા વિસ્‍તારમાં લડતા લડતા દુકાનમાં ખુટ ઘુસી જવાના દ્રશ્‍યો કેદ થતા આવા રખડું ઢોરના ત્રાસમાંથી શહેરને મુક્‍ત કરવા તંત્ર એ પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે. 

(11:40 am IST)