Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ઉના : બાઇકના હેન્‍ડલ ઉપર લટકાવેલો ૧ લાખ રોકડ ભરેલો થેલો ગઠીયો નજર ચુકવી લઇ ગયો

ઉના, તા., ૨૬: દેલવાડા ગામે સૈયદ રાજપરાના માછીમાર જગદીશ ડાભીએ મોટર સાયકલ હેન્‍ડલ ઉપર ટાંગેલ ૧ લાખ રોકડા રૂપીયા ભરેલ થેલો કોઇ ગઠીયો ઉઠાવીને નાસી ગયો હતો.

સૈયદ રાજપરા ગામે રહેતા મચ્‍છીમારી કરતા જગદીશ સામતભાઇ ડાભી બપોરના ઉનાની એચડીએફસી બેન્‍કની બ્રાન્‍ચમાં રૂા. ૧ લાખ રોકડા ઉપાડેલ હતા અને મોટર સાયકલ ઉપર સૈયદ રાજપરા જતા હતા ત્‍યારે દેલવાડા ગામે હળવદ-મસાલા વેચતા દુકાને મોટર સાયકલનાં હેન્‍ડલમાં  કાળા કલરનું ઝબલુ જેમાં ૧ લાખ રૂપીયા હતા તે ટીંગાડી દુકાનમાં લેવા ગયેલ અને પરત પાછા આવતા મોટર સાયકલ ઉપર ટીંગાડેલ રૂા. ૧ લાખનો થેલો કોઇ અજાણ્‍યો શખ્‍સ ચોરી કરી નાસી ગયો હતો. સીસીટીવી ફુટેજ ચેક કરતા એક કાળા કલરનો શર્ટ પહેરેલ અજાણ્‍યો શખ્‍સ તેની પાછળ હતો. તેનો પીછો કરતા દેલવાડા સુધી આવી માછીમારની નજર ચુકવી ૧ લાખ રૂપીયા રોકડાની ચોરી કરી નાસી ગયાની પોલીસ ફરીયાદ દાખલ કરતા ઉના પોલીસે સીસીટીવીના આધારે તસ્‍કરોને પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:39 am IST)