Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ગ્રેડ પે મામલે કચ્‍છમાં પોલીસ કોન્‍સ્‍ટેબલના ધરણાં : સમજાવટ, છુટા કરાયા, બદલી

  (વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૬ : રાજ્‍યમાં પોલીસ ગ્રેડ પે આંદોલનની ચર્ચા વચ્‍ચે ગઈ કલે પૂર્વ કચ્‍છમાં ખડીર પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કોન્‍સ્‍ટેબલના ધરણાં એ સમગ્ર કચ્‍છ જિલ્લાના પોલીસ બેડામાં હલચલ સર્જી હતી. રાજાભાઈ ગંગદાસભાઈ રબારી નામના પોલીસ કોન્‍સ્‍ટેબલ આ અંગે પોતાના જ ખડીર પોલીસ સ્‍ટેશનમાં ધરણાં શરૂ કર્યા હતા અને પોલીસ ગ્રેડ પે અંગે સમર્થન માટેનો વિડીયો વાયરલ કર્યો હતો. સોશ્‍યલ મીડિયામાં વાયરલ થયેલ આ વીડિયોમાં કોન્‍સ્‍ટેબલ રાજાભાઈ એ કહ્યું હતું કે, પોતે નીલમબેન મકવાણા અને અશોક દેસાઈએ આદરેલા ગ્રેડ પે આંદોલનને ટેકો આપે છે. ગાંધીનગરમાં થયેલા આંદોલનને પગલે બે મહિનામાં કામગીરી થશે એવી ખાત્રીનો કોઈ નિવેડો આવ્‍યો નથી. તેવું જણાવી ગ્રેડ પે સહિતના મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્‍યાં સુધી ધરણાં ઉપર બેસવાની જાહેરાત કરી હતી. જોકે, આ બનાવ બાદ આ કોન્‍સ્‍ટેબલ ને સમજાવી ધરણાં પૂરા કરાવાયા હતા. તેમ જ ગઈ કાલે જ મોડેથી આ પોલીસ કોન્‍સ્‍ટેબલને રેન્‍જ આઇજી દ્વારા બદલી કરી અને છુટા કરવાનો આદેશ કરાયો હતો.

(11:58 am IST)