Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેન્‍દ્રસિંહ ગોહિલની વરણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૬: ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેન્‍દ્રસિંહ નિરૂભા ગોહિલ( બાડી) ની નિમણૂક કરવામાં આવી છે. નવનિયુક્‍ત જિલ્લા પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહિલવર્ષ૧૯૮૬ થી ૧૯૯૦ - પ્રમુખ ઘોઘા યૂથ કોંગ્રેસ,૧૯૯૫થી ૨૦૦૫ᅠ ઉપપ્રમુખ તથા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન ઘોઘા,૨૦૦૩ થી ૨૦૧૦ -ᅠ ઘોઘા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને વર્ષ૨૦૧૦થી ૨૦૧૭ -ᅠ જિલ્લા કોંગ્રેસ સમિતના ઉપ-પ્રમુખ તરીકે સફળ કામગીરી બજાવી ચૂક્‍યા છે. તેઓની જિલ્લા પ્રમુખ તરીકેની વરણીને કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ આવકારી છે. 

(11:34 am IST)