Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ઉના-જેતપુર-કેશોદની ચોરીનો ભેદ ખુલ્‍યો : વેરાવળમાં પકડાયેલ પરપ્રાંતિય શખ્‍સની કબુલાત : વાહન કબ્‍જે

(મીનાક્ષી ભાસ્‍કર વૈધ દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૨૬: પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દરસીંધ પવાર તથા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી તથા મદદનીશ પો.અધિ. ઓમ પ્રકાશ જાટ વેરાવળના માર્ગદર્શન તથા પ્ર.પાટણ પો.ઇન્‍સ. એસ.પી.ગોહીલની સુચના મુજબ મીલકત સંબધી ગુન્‍હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સુચના હોય.

પ્રભાસ પાટણ પો.સ્‍ટેના સર્વેલન્‍સ સ્‍કોડના પો.હેડ.કોન્‍સ.કુલદિપસિંહ જયસિંહ, કનકસિંહ નાનુભાઇ, વિશાલભાઇ પેથાભાઇ તથા પો.કોન્‍સ. કૈલાશસિંહ જેશાભાઇ,ઇમ્‍તીયાજભાઇ ભીખુભાઇ,પિયુષભાઇ કાનાભાઇ,પ્રવિણભાઇ કરશનભાઇ,તુષારભાઇ હરીઓમભાઇ પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન હકીકત મળેલ કે કેશોદ બસ સ્‍ટેશન પાસેથી ચોરી કરી નાશી જનારની મો.સા એકતા નગરમાં રહેતા કમલેશભાઇ ગોવિંદભાઇ ચાવડાના રહેણાંક મકાનની બહાર ટીવીએસ.કંપનીની મો.સા. જેના રજી નંબર પ્‍ણ્‍-૦૯-ચ્‍મ્‍-૦૫૧૯ વાળી પડેલ છે.

જેથી મકાનમાં તપાસ કરતા એક મહીલા તથા એક પુરૂષ મકાનની બહાર આવેલ જેમાં એક પુરૂષ જેની ઉવ.આશરે ૩૦ વર્ષની જે ઇસમ ચોરી કરી નાશી ગયેલ હોય તે જ ઇસમજ હોય પુછપરછ કરતા સુરેશભાઇ કુમારભાઇ જાધવ જાતે ભોવી ઉવ-૩૦ ધંધો-મજુરી રહે.હાલ ભાલકા એકતા નગર સોસાયટી તાવેરાવળ મુળ રહે-૧૩-પીલેયારકોવીલ સ્‍ટ્રીટ વડીયર મંદુરાઇ જીર્મદુરાઇ રાજય-તમીલનાડુ વાળો હોવાનુ જણાવેલ ઇસમને પુછપરછ કરતા ચોરી કરેલની કબુલાત આપેલ અને કેશોદ થી રૂપીયા ૨,૦૦,૦૦૦/- તથા જેતપુર સીટી માંથી રૂપીયા ૧,૧૦,૦૦૦/- ની તથા તા.૨૪/૦૩/૨૦૨૨ ના રોજ ઉના ખાતેથી રૂપીયા ૧,૦૦,૦૦૦/-ની ચોરી કરેલની કબુલાત કરેલ તથા ચોરી કરેલ રૂપીયા બાબતે પુછપરછ કરતા કપડાના બેગમાં પૈસા હોવાનું જણાવેલ જેથી થેલામાં નોટો મળી આવેલ જે રૂપીયા બાબતે પુછતા ઉના ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ જેથી રૂપીયા ગણી જોતા અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ કિ.રૂ.૮૮,૨૦૦/ મળી આવેલ તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૫૦૦૦/-તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ ટીવીએસ કંપનીની કાળા કલરની મો.સા. જેના રજી નંબર-પ્‍ણ્‍-૦૯-ચ્‍મ્‍-૦૫૧૯ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૩,૨૦૦/- ની ગણી સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબ્‍જે કરેલ તથા આરોપીને ૪૧(૧)ડી મુદામાલ સાથે ધોરણસરની થવા કાર્યવાહી કરેલ છે.તથા ઉપરોક્‍ત કામગીરી સી.સી.ટી.વી. નેત્રમ પ્રોજેક્‍ટની મદદથી કરેલ છે. 

(11:46 am IST)