Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

થાન સિરામીક ઉદ્યોગને ગેસના ભાવ વધારા બાદ ૨૦ ટકા ગેસ કાપનો વધુ એક માર

ઉદ્યોગકારોને ૮૦ ટકા જ ગેસ વાપરવા આદેશ ૨૦ ટકા ગેસ વાપરેતો ૧૨૧ લેખે ભાવ ચુકવવો પડશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૬ : ગુજરાત ગેસ કંપની દ્વારા ઉદ્યોગોને આપવામાં આવતા નેચરલ ગેસના વપરાશમાં ૨૦ ટકા કાપ મુકવા તાકીદ કરાઇ છે.જેમાં ઉદ્યોગકારોને ૮૦ ટકા વપરાસ બાદ જે ૨૦ ટકા ગેસ વાપરે તેના ૧૨૧ લેખે ભાવ લેવાની જાહેરાત કરાઇ છે.આથી ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે.થાન ઉદ્યોગમાં ૨,૪૦,૦૦૦ માસીક વપરાસ સામે ૧,૯૨,૦૦૦ કિલો ગેસના વપરાસ બાદનો ભાવ વધારાથી ૫૮,૦૮,૦૦૦દ્ગટ વધારાનો બોજ ઉદ્યોગકારોને ભોગવવો પડશે.

થાનગઢમાં ૧૦ વર્ષ પહેલાં સિરામિક ગેસની શરૂઆત થઈ ત્‍યારે રૂપિયા ૧૩ ભાવ હતો આજે રૂપિયા રૂ.૬૧.૯૬ થયો છે.ᅠ મોંધા રોમટીરીયલ અને તેમાં પણ ગેસનો ભાવ વધારોથી પ્રોડક્‍ટ ઉત્‍પાદનના ભાવ વધી ગાય છે.નવા નિયમ પ્રમાણે ૨૦ ટકા ગેસના વપરાશ પર વધારોનાંખવામાં આવ્‍યો છે.તે મુંજબ ૮૦ ટકા યુઝ બાદ જે ૨૦ ટકા વધારે ગેસવાપરો તેનો ભાવ ૧૨૧ રૂપીયા લેખે પડશે. તેમ સુરેશભાઇ સોમપુરા પ્રમુખ પાંચાળએ જણાવ્‍યું છે.

થાનગેસના સતત ભાવ વધારાના કારણે સીરામીક ઉદ્યોગ વિદેશી કંપની સામે ઉભો રહેવાનો તો દુર પરંતુ બંધ થવાના આરે આવી ગયો છે.આ સીરામીક ઉદ્યોગ માત્ર ઉદ્યોગ નહીં પરંતુ ૫૦ થી ૬૦ હજાર લોકોની રોજીરોટીનું એકમાત્ર સાધન છે.થાનમાં ૩૦૦દ્મક વધુ સીરામીક કારખાનામાં છે આગામી સયમમાં જો ગેસના ભાવ વધારાના કારણે સીરામીક ઉદ્યોગો બંધ થાય તો માત્ર ઉદ્યોગનહીં પરંતુ હજારો લોકોની રોજીરોટીને અસર કરશે. તેમ શાંતીલાલ પટેલ ઉપપ્રમુખ પાંચાળ સીરામીક એસોસીએશનએ જણાવ્‍યું છે.

થાનગઢમાં વધતા ગેસના ભાવોને લઇ ૬૦ થી ૭૦ એકમો બંધ થયા હતા.જેને લઇ સીરામીક એસોસીએશને તેનો વિકલ્‍પ શોધ્‍યો છે.ત્‍યારે સીંગાપોરની કંપની સાથે આગામી સમયમાં સીરામીક એસોસીએશને મીટીંગનુ આયોજન કરાયુ છે.જેમાં સીરામીક એકમો ગુજરાત ગેસથી સસ્‍તા ભાવે ગેસ પુરો પાડતી સીંગાપોરની એનર્જીકંપની સાથે જોડાશે. હાલ ગુજરાત ગેસ ૮૩૫૦ કેલેરીનો ભાવ રૂ.૬૧.૯૬ રૂપિયા ભાવે પડે છે.જયારે સિંગાપુરની કંપની આટલી જ કેલેરીના ૪૫ રૂપિયામાં આપવા ગેરંટેડ સહમત છે. આનાથી પ્રોડક્‍શન કોસ્‍ટ નીચી આવશે. જેથી ચાઈના સામે હરીફાઈ માં સીરામીક ઉદ્યોગ ટકી શકશે અને એક્‍સપોર્ટમાં વધારો થશે.અને હાલ મરણ પથારી એ ચાલતા સીરામિક ઉદ્યોગને હૂંફ મળશે. થાનગઢમાં સીરામીક ઉદ્યોગને અપાતા ગેસમાં ભાવ વધારાના કારણે અસરથઇ રહી છે. 

(11:32 am IST)