Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ભાયાવદર એચ. એલ. પટેલ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં વાર્ષિકોત્‍સવ યોજાયો

(રમેશ સાંગાણી દ્વારા) ભાયાવદર તા. ર૬ :.. એચ. એલ. પટેલ આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ તથા પી. ટી. માકડીયા લો કોલેજમાં વાર્ષિક ઉત્‍સવની ઉજવણી કરાઇ હતાં. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડો. ગીરીશભાઇ ભીમાણી પૂર્વ કુલપતિ ડો. મહેન્‍દ્રભાઇ પાડલીયા, ઉમીયા મંદિર સીદસરના ટ્રસ્‍ટી જયંતીભાઇ કાલરીયા, પાલિકા પ્રમુખ નયનભાઇ જીવાણી સર્વોદય કેળવણી મંડળમાં મેનેજીંગ ટ્રસ્‍ટી પી. ટી. માકડીયા, મેનેજીંગ ટ્રસ્‍ટી વિપુલભાઇ માકડીયા ઉપસ્‍થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં કોલેજના છેલ્લા વર્ષમાં કોલેજ કક્ષાએ શ્રેષ્‍ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને તથા કોલેજની અનેકવિધ પ્રવૃતિઓમાં નંબર મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્‍ડ અને પ્રમાણપત્ર આપી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતાં. મેનેજીંગ ટ્રસ્‍ટી પદેથી વિદાય લેતા પી. ટી. માકડીયાનું સન્‍માન કરાયુ હતું.

મેનેજીંગ ટ્રસ્‍ટીશ્રી વિપુલભાઇ માકડીયાનું સન્‍માન કરાયુ હતું. કોલેજના વિદાય લેતાં છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કુલપતિ ડો. ગીરીશભાઇ ભીમાણી અને જયંતિભાઇ માકડીયાએ શુભેચ્‍છા પાઠવી હતી. આ ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો.

માર્ગદર્શન સંસ્‍થાના આચાર્ય ડો. એમ.  ડી. સવસાણીએ પુરૂ પાડેલ કાર્યક્રમનું સંચાલન પ્રો. વિજયભાઇ સુતરીયા અને આભાર દર્શન ડો. કે. એમ. માયાવંશીએ કર્યુ હતું.

(11:31 am IST)