Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ગોંડલ જમનાબા સાહેબ હવેલી ચોકમાં રાધાકૃષ્‍ણની મૂર્તિનું સ્‍થાપન

(અશોક જોશી દ્વારા) ગોંડલ તા. ૨૬ : જમનાબા સાહેબ હવેલીની બાજુમાં ચોકમાં રાધાકૃષ્‍ણ મૂર્તિનું સ્‍થાપન હવેલીના મુખ્‍યાણીમાં હસ્‍મીતાબેન ઠાકર અને રાકેશભાઇ ઠાકર દ્વારા સ્‍થાપના કરવામાં આવેલ.

જમનાબા હવેલી વર્ષો જુની હવેલીમાંની એક હવેલી છે. સર ભગવતસિંહજીના વખતની પાંચ હવેલીમાં આ જુની હવેલી છે. જમનાબા સાહેબને બાલમુકુન્‍દ પર અખુટ શ્રધ્‍ધા હતી અને બાલમુકુન્‍દ સાક્ષાત દર્શન આપેલ વૃધ્‍ધ અવસ્‍થામાં જમનાબા સેવા ન કરી શકતા બાલમુકુન્‍દને ધરાઇ હવેલીમાં પધરાવામાં આવ્‍યા પણ બાલમુકુન્‍દે કહેલ કે હું રહીશ તો ગોંડલ હવેલીમાં ત્‍યારથી બાલમુકુન્‍દને બહારની મીઠાઇ તથા પ્રસાદ ધરાવામાં આવે છે.

જમનાબાએ શિક્ષણ ક્ષેત્રે તથાસ્ત્રી કેળવણીમાં રસ લીધો હતો. હવેલીમાં સામાન્‍ય માણસને રહેવા મકાન પણ બાંધી આપેલ. વૈષ્‍ણવ ભકતો માનતા માને છે તો સફળતા મળે છે.

(11:31 am IST)