Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

પૂ. હરિચરણદાસજી મહારાજની તબિયતમાં એકધારો ધીમે-ધીમે સુધારો : રામધૂન શરૂ

તબીબોની ટીમ સતત દેખરેખ રાખી રહી છે : ગઇકાલે તબિયત ક્રિટીકલ થયા બાદ આજથી સુધારો થતો જાય છે

પૂ. હરિચરણદાસજી મહારાજ સારવારમાં નજરે પડે છે. બીજી તસ્વીરમાં મહિલાઓ દ્વારા રામધુન બોલાવામાં આવી રહી છે તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોîડલ)

રાજકોટ તા. ૨૬ : ગોંડલ શ્રી રામજી મંદિર ખાતે પૂ.હરિચરદાસજી મહારાજની તબિયતમા એકધારો ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે ભાવિકો દ્વારા પૂ. હરિચરણદાસજી મહારાજની તબિયતમાં સુધારો થાય તે માટે રામધુન શરૂᅠ કરવામાં આવી છે. તબીબોની ટીમ સતત દેખરેખ રાખી રહી છે. ગઈકાલ બપોરથી તબિયત ભારે ક્રિટીકલ થઈ ગઈ હતી જોકે આજે સવારથી પૂજય મહારાજશ્રીની તબિયતમાં સુધારો થતો જાય છે.
મહામંડલેશ્વર હરીચરણદાસજી મહારાજની તબિયત નાદુરસ્‍ત થતા ભકત સમુદાયમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી. બાપુના દર્શન માટે રામજી મંદિર સદ્‌ગુરૂ આશ્રમ ખાતે મોટી સંખ્‍યામાં ભકત સમુદાય દર્શન માટે ઉમટી પડયા હતા. ગઇકાલે સવારે હરીચરણદાસજી બાપુની તબિયત લથડતા ડો. વિદ્યુત ભટ્ટ, ડો. આર.બી.શાહ તથા ડો. ચિરાગ માત્રાવડીયાએ ઘનિષ્‍ઠ સારવાર શરૂ કરી છે. છેલ્લા એક મહિનાથી બાપુ નાદુરસ્‍ત હોય નર્મદા તટે આવેલા ગોરા આશ્રમ હતા. ત્રણ દિવસ પહેલા તા. ૨૩ના ગોરાથી ગોંડલ આવ્‍યા છે. દરમિયાન આજે સવારે બાપુની તબિયત વધુ લથડતા ગોંડલ આશ્રમ ખાતે તેમના રૂમમાં જ સારવાર શરૂ કરવામાં આવી છે.
ક્રિકેટ ચેતેશ્વર પુજારા સહિત હજારો લોકો અનુયાયીઓ છે. પૂ. હરિચરણદાસ બાપુની સારી તબિયત માટે રામજી મંદિર ખાતે રામધૂન ચાલી રહી છે.

 

(11:39 am IST)