Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબી નગરપાલિકાએ પ્રતિબંધિત ૭૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું, ૩૦૦૦ નો દંડ ફટકાર્યો: ૭૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ ૩૦૦૦ નો દંડ વસુલાયો.

મોરબી શહેરમાં વેપારીઓ હલકી ગુણવત્તાના પ્લાસ્ટિકના ઝબલા, પ્લાસ્ટિક ગ્લાસ સહિતની ચીજવસ્તુનું વેચાણ અને વપરાશ કરતા હોય છે ત્યારે આજે નગરપાલિકા ટીમે વિવિધ સ્થળે ચેકિંગ કરીને ૭૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું
મોરબી નગરપાલિકા કચેરીના હિતેશભાઈ રવેશિયા સહિતની ટીમ દ્વારા આજે ચેકિંગ કરવામાં આવ્યું હતું મોરબી શહેરના ચામુંડા પ્લાસ્ટિક, રોયલ સેલ્સ, ભવાની પ્લાસ્ટિક, પરેશ પ્લાસ્ટિક, અનીતા પ્લાસ્ટિક અને સોહમ પ્લાસ્ટિક સહિતના સ્થળે ચેકિંગ દરમિયાન ૫૦ માઈક્રોનથી નીચેના ઝબલા અને ગ્લાસ મળી આવ્યા હતા જેથી પાલિકાની ટીમે ૭૦ કિલો પ્લાસ્ટિક જથ્થો જપ્ત કરીને રૂ ૩૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.

(11:07 am IST)