Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબી સિટીઝન્સ ક્રેડીટ સોસાયટી દ્વારા માનવસેવા અને ગૌસેવા માટે ૩.૦૬ લાખનું અનુદાન.

ઇકો એમ્યુબ્લ્ન્સ સેવા સોસાયટીના સભાસદ માટે તદન નિશુલ્ક :જાહેર જનતા માટે વ્યાજબી ચાર્જ સાથે અને ગરીબ દર્દી માટે મોરબી લોકલ નિશુલ્ક સેવા

મોરબી : ધી મોરબી સિટીઝન્સ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લી દ્વારા ગત વર્ષે ઇકો એમ્યુબ્લ્ન્સ સેવા શરુ કરી છે જેમાં સોસાયટીના સભાસદ માટે તદન નિશુલ્ક સેવા કાર્યરત છે તેમજ જાહેર જનતા માટે વ્યાજબી ચાર્જ સાથે અને ગરીબ દર્દી માટે મોરબી લોકલ નિશુલ્ક સેવા ચાલુ છે જે સેવાનો લાભ લેવા માટે મોબાઈલ નંબર ૯૮૭૯૩ ૫૫૪૨૨ અને ૯૯૨૫૨ ૩૨૭૯૦ પર સંપર્ક કરવા જણાવ્યું છે

   તે ઉપરાંત ધી મોરબી સિટીઝન્સ ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવ સેવા અને ગૌસેવા સાથે જોડાયેલ સંસ્થાઓને અનુદાન આપ્યું હતું જેમાં શ્રી યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ મોરબીને ૫૧,૦૦૦, શ્રી મોરબી પાંજરાપોળને રૂ ૫૧,૦૦૦, શ્રી ટંકારા પાંજરાપોળને રૂ ૫૧,૦૦૦, શ્રી ખાખરેચી પાંજરાપોળને રૂ ૫૧,૦૦૦ તેમજ શ્રી પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને રૂ ૧,૦૨,૦૦૦ મળીને કુલ રૂ ૩,૦૬,૦૦૦ નું અનુદાન સેવાકીય પ્રવૃતિઓ માટે આપવામાં આવ્યું છે
  ધી મોરબી સિટીઝન્સ ક્રેડીટ કો ઓપ સોસાયટી મોરબી તા ૨૮-૦૯-૧૯૯૬ થી કાર્યરત છે અને ૨૫ વર્ષથી મોરબીમાં બચત, થાપણ અને ડેઈલી કલેક્શન થકી બચત કરવા અને રોકાણ કરવા સભાસદોને જરૂર પડ્યે રૂ ૫૦,૦૦૦ થી ૧૫ લાખ સુધીનું ધિરાણ પણ નિયમોને આધીન આપવામાં આવે છે તેમ સોસાયટીના પ્રમુખ મનોજકુમાર દેસાઈ મેનેજર યુવરાજસિંહ જાડેજાની યાદી જણાવે છે.

(11:06 am IST)