Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબીના મહેન્દ્રનગર નજીક હડકાયા કુતરાનો આતંક : બાળકો-મહિલાઓ સહીત ૩૦ ને બચકા ભર્યા.

મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ગામ પાસેની સોસાયટીમાં હડકાયા કુતરાએ આતંક મચાવ્યો હતો અને હડકાયા કુતરાએ બાળકો, મહિલાઓ સહિતના ૩૦ વ્યક્તિને બચકા ભરી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

મોરબી શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોર ઉપરાંત કુતરાઓનો ત્રાસ જોવા મળે છે રસ્તા પરથી જતા વાહન પાછળ દોડી કુતરાઓ વાહનચાલકોને બચકા ભરી લેતા હોય છે ત્યારે આજે મહેન્દ્રનગર નજીક આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં હડકાયા કુતરાએ રીતસર આતંક મચાવ્યો હતો અને એક બે નહિ ૩૦-૩૦ લોકોને બચકા ભરી લીધા હતા અહીં રહેતા અને વિસ્તારમાંથી પસાર થતા બાળકો, મહિલાઓ સહિતના ૩૦ લોકોને હડકાયા કુતરાએ બચકા ભરી લેતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને તમામ લોકોને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.

(11:05 am IST)