Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબી જલારામ મંદિર દ્વારા શહેરના વિવિધ સ્થળોએ જલસેવા અભિયાન શર.

પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર, ધર્મ કીયે ધન ન ઘટે, સહાય કરે રઘુબીર
ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચુકી છે, સુર્યનારાયણ ધીમે ધીમે કોપાયમાન થઈ રહ્યા છે ત્યારે મોરબી શહેર તેમજ આસપાસ ના વિસ્તારો મા વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જલસેવા અભિયાન શરૂ કરવામા આવેલ છે.
જે અંતર્ગત શહેર ના વિવિધ સ્થળોએ ઠંડા પાણી ના જગ તેમજ સ્ટેન્ડ ની વ્યવસ્થા કરવા મા આવી રહી છે. તંત્ર દ્વારા શહેરમા પાણીના પાઉચ પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે ત્યારે પાણીની બોટલ પણ ૫ રૂ., ૧૦ રૂ., ૨૦ રૂ. મા વહેંચાય રહી છે. બહાર ગામ થી શહેરમા ખરીદી કરવા આવતા લોકોને ઉનાળાની કાળજાળ ગરમીમા પીવા શુધ્ધ પાણી માટે ખર્ચ કરવો પડે છે. તે સમસ્યા દુર કરવા મોરબી જલારામ મંદિર દ્વારા વિનામુલ્યે  ફિલ્ટર્ડ ઠંડા પાણી ની વ્યવસ્થા શહેરના વિવિધ સ્થળે કરવામા આવી રહી છે.
શહેરના કોઈપણ સેવાભાવી વ્યક્તિ પોતાના વ્યવસાયિક પ્રતિષ્ઠાન પાસે ઠંડા પાણી ના જગ તેમજ સ્ટેન્ડની વ્યવસ્થા કરવા ઈચ્છુક હોય તેમણે સંસ્થાના અગ્રણી હરીશભાઈ રાજા (મો.૯૮૭૯૨ ૧૮૪૧૫) નો સંપર્ક કરવા શ્રી જલારામ સેવા મંડળ-મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડ યાદીમા જણાવ્યુ છે.

(11:04 am IST)