Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

સ્‍પર્ધકોના નબળા પ્રતિસાદ વચ્‍ચે રાજયકક્ષની ચોટીલા ડુંગર આરોહણ- અવરોહણ સ્‍પર્ધા પૂર્ણ

ફકત ૧૦૨ વિદ્યાર્થીઓ ભાગ લીધોઃ સ્‍થાનિક સણોસરા મોડેલ શાળાના વિદ્યાર્થીઓ સૌથી વધુ વિજેતા

ચોટીલા, તા.૨૬:ચોટીલા ચામુંડા ડુંગર આરોહણ-અવરોહણ રાજ્‍યકક્ષાની સ્‍પર્ધા ફક્‍ત ૧૦૨ સ્‍પર્ધકોની ભાગીદારી થી સ્‍પર્ધા શુક્રવારના સંપન્‍ન થયેલ હતી જેમા સ્‍થાનિક તાલુકાની સણોસરા મોડેલ ડે સ્‍કૂલ સૌથી વધુ વિધ્‍યાર્થીઓ વિજેતા બની સ્‍પર્ધામાં ઉભરી આવેલ હતા.
 રાજ્‍યના યુવક સેવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર સુરેન્‍દ્રનગર દ્વારા ૨૫/૩ ના  રાજ્‍યકક્ષાની ચોટીલા ડુંગર આરોહણ-અવરોહણ સ્‍પર્ધા- ૨૦૨૨ ચામુંડા માતાજી તળેટી ખાતે યોજાઇ હતી.
આ કાર્યક્રમમાં ચોટીલાના ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંક ગલચર, જિલ્લા સાંસ્‍કળતિક અધિકારી હિતેશ મેસવાણીયા, પ્રકાશ ગોહિલ, તા. પં ઉપ પ્રમુખ જીજ્ઞેશ પલાળીયા ચામુંડા મહંત પરિવારનાં અમળતગીરી સહિતના ઉપસ્‍થિતોએ સ્‍પર્ધકોને લીલી ઝંડી આપી સ્‍પર્ધાનું પ્રસ્‍થાન કરાવેલ.
રાજ્‍ય કક્ષાની સ્‍પર્ધામાં ૬૭ ભાઈઓ અને ૩૫ બહેનો મળીને ફકત ૧૦૨ વિદ્યાર્થીઓએ સ્‍પર્ધક બની ભાગ લીધેલ જેમાં ચોટીલાની સણોસરા મોડેલ ડે સ્‍કૂલના ભાઈઓમાં પ્રથમ ક્રમે  વિદ્યાર્થી અક્ષય અરવિંદભાઇ ઝાપડીયા એ ૮.૩૫ મિનિટમાં  અને બહેનોમાં સણોસરાની જ વિદ્યાર્થીની પાયલ રમેશભાઈ કટેસીયા એ ૯.૫૩ મિનિટમાં સ્‍પર્ધા પૂરી કરી પ્રથમ નંબર પ્રાપ્‍ત કરેલ જેણે ૨૦૨૦ની સ્‍પર્ધામાં ૧૦.૧૨ મિનિટનો પોતાનો જ રેકોર્ડ ૨૦૨૨ મા તોડ્‍યો હતો.
મોડેલ ડે સ્‍કૂલ સણોસરાના ૧૦ વિધ્‍યાર્થીઓ આ સ્‍પર્ધામાં જેમાં ભાઈઓમાં પ્રથમ, ચોથો, છઠ્ઠો અને સાતમો એમ ચાર ભાઇઓ અને બહેનોમાં પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને સાતમો એમ છ નંબર મળીને કુલ ૧૦ નંબર મેળવી વિજેતા બનેલ હતા. જેઓને રોકડ રકમ સ્‍વરૂપે ૫૯૦૦૦ હજાર રૂપિયાનું ઇનામ પ્રાપ્‍ત કર્યું હતું.
દેશ વિદેશમાં પ્રસિદ્ધ એવા યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર ની રાજ્‍ય કક્ષાની આરોહણ-અવરોહણ સ્‍પર્ધા હોય અને તેમા ફક્‍ત ૧૦૨ જ વિધ્‍યાર્થીઓ સ્‍પર્ધક તરીકે ભાગ લેવા માટે આવે તે ખુબ જ નબળો પ્રતિસાદ કહેવાય
જીલ્લા અને સ્‍થાનિક વહીવટી તંત્ર દ્વારા આ સ્‍પર્ધાનો પ્રચાર પ્રસારની ખામી રહી કે રાખવામાં આવી તે અંગે રાજ્‍ય સરકારે તપાસ કરવી જોઈએ.
એકલા ચોટીલા તાલુકામાં જ ૧થી ૧૨ મા આશરે ૨૫ હજાર જેટલા વિધ્‍યાર્થીઓ છે તેની સામે ફક્‍ત ૧૦૨  સ્‍પર્ધકોની સંખ્‍યા એ આ સવાલ સર્જેલ છે.

 

(11:02 am IST)