Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જોધપર ગામે પૂર્વ મંજુરી વિના ચાલતા ગેરકાયદેસર બાંધકામ મામલે સ્ટે અપાયો.

મોરબી તાલુકાના જોધપર નદી ગામમાં પૂર્વ મંજુરી વગર ચાલતા બાંધકામ મામલે દીવાની અદાલતમાં કેસ ચાલી જતા વકીલની દલીલોને ધ્યાને લઈને બાંધકામ સ્ટે કરવાનો હુકમ કરવામાં આવ્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ જોધપર નદી ગામ ખાતેના સર્વે નંબર ૧૬૦/૧ પૈકી ૫ વાળી જમીન બાબતે અરજદાર ભગવાનજી નાનજી રાજપરા જોધપર નદી વાળાએ કાનજી ઓધા વિરુદ્ધ મોરબીની દીવાની અદાલતમાં કબ્જા અને માલિકી બાબતે દાવા કરેલ તેમજ ગ્રામ પંચાયત કચેરીની પૂર્વ મંજુરી વગર ગેરકાયદેસર બાંધકામ કરેલ જેથી ગેરકાયદેસર બાંધકામ તોડવા અને બાંધકામ પર સ્ટે ઓર્ડર મેળવવા ટીડીઓ મોરબી સમક્ષ અરજદાર ભગવાનજી રાજપરાએ અપીલ દાખલ કરી હતી
જે અપીલ અનુસંધાને અરજદાર તરફેના વકીલ હર્ષદ આંત્રોસાની ધારદાર દલીલોને ધ્યાને લઈને તેમજ રેકર્ડ ધ્યાને લઈને ટીડીઓ મોરબી દ્વારા અપીલ ચાલતા દરમિયાન ગેરકાયદેસર રીતે કરેલ બાંધકામ સ્ટે કરવાનું હુકમ આપ્યો છે જે અપીલના કામે મોરબીના વકીલ પી આર પરમાર અને એચ ઓ આંત્રોસા રોકાયેલ હતા.

(11:02 am IST)