Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબીમાં હોળી ફરતે રમતા દાઝી જતા યુવાનનું સારવાર દરમિયાન મોત.

સળગતી હોળી ફરતે રમતા તે વખતે ઠેસ વાગતા હોળીની આગમાં પડી જતા શરીરે દાઝી ગયા હતા

મોરબીના રોહીદાસ પરામાં રહેતો યુવાન હોળીની રાત્ર ઘર પાસે સળગતી હોળી ફરતે રમતા ઠેસ્સ વાગતા હોળીની આગમાં પડી જતા દાઝી જતા તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસ પરામાં રહેતા વિશાલભાઈ દલપતભાઈ ચૌહાણ ગત ૧૭ ના રોજ રાત્રીના પોતાના ઘર પાસે સળગતી હોળી ફરતે રમતા તે વખતે ઠેસ વાગતા હોળીની આગમાં પડી જતા શરીરે દાઝી જતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવારાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ  કરી વધુ તપાસ હાથ ધરી છે

 

(10:58 am IST)