Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબીના જાંબુડિયા નજીક વિદેશી દારૂની ૩૦ બોટલ સાથે યુવાન ઝડપાયો.

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિધ્ધિ સોસાયટીમાંથી મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની ૩૦ બોટલ સાથે યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલી ધર્મસિધ્ધિ સોસાયટીમાંથી તાલુકા પોલીસે દરોડો પાડી ઓફસેટ પ્રિન્ટીંગનો ધંધો કરતા રજનીકાંત બાબુભાઇ ચૌહાણ (ઉ.૨૭)( રહે. હાલ-જાંબુડીયા, ધર્મસિધ્ધી સોસાયટી,મુળ રહે. બાઘી નારણકા, તા.પડધરી, જી.રાજકોટ વાળા)ને મેકડોવેલ્સ નં.૧ સુપર વ્હીસ્કીની બોટલ નંગ-૩૦ કિંમત રૂ.૧૧,૨૫૦ સાથે ઝડપી લઈ તાલુકા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી

(10:56 am IST)