Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

હળવદના મોક્ષધામમાં ૧૫ દિ'થી લાકડા- છાતાં ન હોવાથી અંતિમક્રિયામાં મુશ્‍કેલી

(દીપક જાની દ્વારા), હળવદ,તા.૨૬: છોટીકાશી ગણાતા હળવદમાં મરવાની મનાઈ છે. વાંચીને આヘર્ય જરૂર થશે પરંતુ આ હકીકત છે. કોરોના કાળમાં ટપોટપ માનવ મૃત્‍યુને કારણે રાજ્‍યના અનેક સ્‍મશાનોમાં છાણાં - લાકડા ખૂટી પાડવાની ઘટનાઓ સામાન્‍ય બની હતી ત્‍યારે હળવદમાં કોઈ પણ ખાસ કારણ વગર છે છેલ્લા   પંદર દિવસથી નગરપાલિકાના નિષ્ઠુર તંત્રના પાપે મોક્ષધામ છાણાં - લાકડાનો જથ્‍થો ખૂટી પડતા અંતિમક્રિયા માટે આવતા લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જે થી ભારે રોષ નગરજનો મા વ્‍યાપી ગયો છે.
પ્રાચીન મંદિરોની નગરી એવા છોટા કાશી હળવદમાં વર્ષોથી નગરપાલિકા દ્વારા સ્‍મશાનનું સંચાલન કરવામાં આવે છે પરંતુ નગરપાલિકના ચૂંટાયેલા  પ્રમુખ,સભ્‍યથી લઈ ચીફ ઓફિસર સુધીના અધિકારી, પદાધિકારી માનવતા ચુકયા હોય તેવા ઘાટ વચ્‍ચે છેલ્લા ૧૫ દિવસ કરતા વધુ સમયથી અહીંના મોક્ષધામમાં છાણા અને લાકડાનો જથ્‍થો ખૂટી પડતા અંતિમવિધિ માટે આવતા લોકોને અંતિમક્રિયા માટે રઝળપાટ કરવી પડે તેવી સ્‍થિતિ નિર્માણ થઇ છે.
હળવદના મુક્‍તિધામમાં માનવતા શરમાઈ તેવી અક્ષમ્‍ય બેદરકારી અંગે હળવદના પ્રબુધ્‍ધ નાગરિકો અને સમાજસેવકો   એ જણાવ્‍યું હતું કે હળવદમાં સ્‍મશાનનું સંચાલન નગરપાલિકા પાસે છે ત્‍યારે અવાર-નવાર આવી બેદરકારી જોવા મળે છે. પાલિકા તંત્ર જાણે આ ગંભીર બાબતે ધ્‍યાન આપતા ન હોય જે પરિવારમાં સ્‍વજનનું મળત્‍યુ નીપજ્‍યું હોય તેવા પરિવારો ઉપર અંતિમ સમયે આમતેમ ભટકવું પડતું હોય છે.
આ સંજોગોમાં સામાજિક કાર્યકર  એવા વિજયભાઈ  રાવલ  ઉમેર્યું હતું કે જો, પાલિકા તંત્ર સ્‍મશાનનું સંચાલન કરી શકવા સક્ષમ ન હોય તો કોઈ સેવાભાવિ સંસ્‍થાને સંચાલન સોંપવું જોઈએ જેથી કરીને છોટીકાશીનું બિરૂદ ધરાવતા હળવદમાં રહેતા નાગરિકોને અંતિમવિધિ સમયે અહીંતહીં ભટકવું ન પડે.

 

(10:21 am IST)