Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ફિલ્‍મ કાશ્‍મીર ફાઇલ્‍સ સંદર્ભે અરવિંદ કેજરીવાલના વિવાદાસ્‍પદ નિવેદન સામે કચ્‍છ ભાજપે કર્યો વિરોધ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૬ : કાશ્‍મિરી પંડિતોની વ્‍યથાને સચોટ વાચા આપતી ફિલ્‍મ ‘ધી કાશ્‍મિર ફાઈઇલ'ને સમગ્ર ભારતમાં વ્‍યાપક આવકાર મળી રહયો છે. જે તે સમયે કાશિમરમાં થયેલ અત્‍યાચારના કારણે કાશ્‍મીરી પંડોતોને પોતાના માલ-મિલકત મુકીને કાશ્‍મીર છોડવું પડયું હતું. અત્‍યાર સુધી ઉજાગર ન થયેલ હકીકતનું સચોટ નિરૂપણ ‘ધી કાશ્‍મીર ફાઇલ''માં કરવામાં આવેલ છે, આ ફિલ્‍મને ઘણા રાજયોમાં કરમુક્‍ત પણ કરેલ છે. ત્‍યારે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ દ્વારા આ ફિલ્‍મ માટે વિવાદાસ્‍પદ બયાન આપેલ જેના વિરોધમાં ભુજ શહેર અને તાલુકા યુવા મોરચા ધ્‍વારા સુત્રોચ્‍ચાર કરીને વિરોધ પ્રદર્શન યોજવામાં આવેલ હતું.
આ વિરોધ પ્રદર્શન સમયે જિલ્લા ભાજપ મહામંત્રી શીતલભાઇ શાહ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જયંતભાઇ માધાપરીયા, પચાણભાઇ સંજોટ, મંત્રી પ્રફુલસિંહ જાડેજા, નગરપાલિકા અધ્‍યક્ષ ઘનશ્‍યામભાઇ આર. ઠકકર, જિલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ અશોકભાઇ હાથી, લઘુમતિ મોરચા પ્રમુખ આમદભાઇ જત, ભુજ શહેર ભાજપ મહામંત્રી ભૌમિકભાઇ વચ્‍છરાજાની, જિલ્લા યુવા મોરચા મહામંત્રી હિતેશભાઇ પટેલ, ઉપપ્રમુખ વિશાલભાઇ માહેશ્વરી, ભુજ શહેર ભાજપ યુવા મોરચા અધ્‍યક્ષ દિવ્‍યરાજસિંહ ઝાલા સહિત બહોળી સંખ્‍યામાં ભુજ શહેર-તાલુકા યુવા મોરચાના કાર્યકર્તાઓ અને શહેર સંગઠન, નગરપાલિકાના કાઉન્‍સીલરો ઉપસ્‍થિત રહયા હતા.
સમગ્ર કાર્યકમનું આયોજન ભુજ શહેર અને તાલુકા યુવા મોરચાની ટીમે કર્યું હોવાનું કચ્‍છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઇન્‍ચાર્જ કેતનભાઇ ગોરની યાદીમાં જણાવાયું હતું.

 

(10:20 am IST)