Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ભાવનગર : માસુમ બાળા સાથે શારીરિક અડપલા કરવા અંગે આધેડને એક વર્ષની સજા

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૬ : સવા વર્ષ પુર્વે ભાવનગર રાહેરની શાકમાર્કેટ નજીક આવેલ પથિકાશ્રમ પાસે માસુમ બાળાને એક આધેડ શખ્‍સે ખોળામાં બેસાડી શારરીક અડપલા કરતો હોવાનું સ્‍થાનીક સી.ડીવીઝન પો.મથકમાં જે તે સમયે પોકસો સહિતનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો.
આ બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ગત તા. ૨૭/૧૨/૨૦૨૦ ના રોજ શહેરની શાકમાર્કેટ નજીક આવેલ પથિકાશ્રમ પાસે આવેલા રેસ્‍ટોરન્‍ટમાં એક દંપતિ પોતાની ૬ વર્ષિય માસુમ બાળા સાથે જમવાનું લેવા આવેલ તે વેળાએ મહિલા તેણીની પુત્રીને લઇને બાર બેઠેલ તે દરમ્‍યાન પ્રકાશ ઇંશ્વરદાસ ગઢવી (ઉ.વ.૫૬ રહે. બ્‍લોક નં. બી/૧૭, ગાંધીનગર કોલોની, રેલ્‍વે સ્‍ટેશન પાસે, જામનગર) નામનો આધેડ શખ્‍સે આવી માસુમ બાળાને રમાડવા લાગેલ અને તેના ખોળામાં બેસાડી શારરીક અડપલા કરતા બાળાએ અને તેની માતાએ રાડારાડ કરતા રેસ્‍ટોરન્‍ટમાં જમવાનું લેવા ગયેલ તેનો પતિ પણ દોડી આવેલ અને આરોપી પાસેથી બાળાને લઇ જપાજપી કરેલ.
આ બનાવ અંગે જે તે સમયે સ્‍થાનીક સી.ડીવીઝન પો.મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી પ્રકાશ ઇંશ્વરદ્દરાસ ગઢવી સામે ઇંપીકો કલમ ૩૫૪(એ), ૩૫૪(બી), તથા પોકસો એક્‍ટની કલમ ૮ મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના એડીશ્નલ એન્‍ડ સેસન્‍સ જજ ઝંખનાબેન ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ ભરતકુમાર કે. વોરા ની દલીલો, દસ્‍તાવેજી, પુરાવા તેમજ મૌખીક પુરાવા વિગેરે ગ્રાહય રાખી આરોપી પ્રકાશ ગઢવીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૂા. એક હજારનો દંડ કરેલ આ ઉપરાંત ભોગ બનનારના પરિવારજનોને વળતર પેટે રૂ. પ હજાર ચુકવવા અદાલતે હૂકમ કર્યો હતો.

 

(10:20 am IST)