Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

વાંકાનેરમાં પરશુરામ ભગવાનનું ભવ્‍ય મંદિરનું નિર્માણ કરાશે

૧૭ મીથી ભાગવત કથાનું આયોજન : શ્રી ગાયત્રી શકિતપીઠમાં મીટીંગ યોજાઇ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા. ૨૬ : વાંકાનેરમાં એક ભવ્‍ય અને દિવ્‍ય શ્રી ભગવાન પરશુરામ મંદિર બનાવવા માટે મીટીંગ રાખવામાં આવેલ હતી. અને તે માટે તા. ૧૭ એપ્રિલથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન ભાટીયા સોસાયટીમાં કરેલ છે. આ મીટીંગ મહાકાળી તળેટીમાં આવેલ શ્રી ગાયત્રી શકિત પીઠમાં રાખેલ હતી. આ મીટીંગમાં મોરબીથી બ્રહ્મસમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
મીટીંગના શુભ આરંભમાં ભગવાન પરશુરામ દાદાનું પૂજન કરી દિપ પ્રાગટય  કરવામાં આવ્‍યુ હતું. સંચાલન મોરબીના રવિન્‍દ્રભાઇ ત્રિવેદીએ સંભાળેલ હતું. ત્‍યારબાદ આવેલ મહેમાનોનું વાંકાનેર સમસ્‍ત બ્રહ્મસમાજના લોકોએ સ્‍વાગત કર્યું હતું. અને મીટીંગમાં મોરબીથી આવેલ સૌરાષ્‍ટ્ર કચ્‍છના ટ્રસ્‍ટી મંડળના પ્રમુખ ભુપતભાઇ પંડયાએ સમાજને હાલક કરી છે કે જો કોઇ પણ કાર્ય કરવું હોય તો તેમાં તમારે તન, મન અને ધનનો ખર્ચ કરવો પડે છે અને આ તો બહુજ મોટુ ભગીરથ કાર્ય છે. તેમાતો પહેલા ફંડથી જ શરૂઆત કરવી પડે માટે સમાજને મનમુકી અને ધન આપવા ટકોર કરી હતી અને તેમાં સફળતા પણ મળી અને રૂા. ૩,૫૧,૦૦૦ પહેલી જ મીટીંગમાં ભેગા કરી લેવામાં આવ્‍યા હતા. તેમણે જણાવ્‍યુ હતુ કે આ કામ બહુ મોટુ છે. અને આની અંદર ૧ કરોડ રૂપિયા જવો ખર્ચ કરવાનો છે.
આ તકે મહિલા પાંખના બહેનો પણ હાજર રહ્યા હતા. અને સમસ્‍ત બ્રહ્મસમાજ  મોરબી જીલ્લાના પ્રમુખ કિરણબેન ઠાકરે જણાવ્‍યું કે આપણે પણ આ ભગીરથ કાર્યમાં તન મન અને ધનથી સાથે રહેવું પડશે.
ગાયત્રી મંદિરના મહંત શ્રી અશ્વિનભાઇએ જણાવ્‍યુ હતુ કે આ કાર્યમાં હુ પણ તમારી સાથે છુ અને જ્‍યાં જરૂર પડશે ત્‍યાં ઉભો રહીશ. ડો. એ.પી. મહેતાએ જણાવ્‍યું કે, ભગવાન પરશુરામ બ્રાહ્મણોના આઇકોન કહેવાય અને તીન ભકિત અને સુરવિરતા સમાજને પીરશી હતી. ત્‍યારબાદ મોરબી જીલ્લાના પ્રમુખ ભરતભાઇ ઓઝા દ્વારા સમાજને સંગઠીત થાય અને કાર્યમાં જોડાવું જોઇએ.
 છેલ્લે સમસ્‍ત બ્રહ્મસમાજના યુવા પ્રમુખશ્રી અમીતભાઇ ભટ્ટ દ્વારા સૌનો આભાર માનવામાં આવ્‍યો હતો. સફળ બનાવવા વાંકાનેરમાંથી સમસ્‍ત બ્રહ્મસમાજના જયેશભાઇ ઓઝા, બાબુભાઇ વરણવા, મોહનભાઇ ગામોટ, દુષ્‍યંતભાઇ ઠાકર, રજનીભાઇ  રાવલ, યોગેશભાઇ પંડયા, મયુરભાઇ ઠાકર, મહિલા પાંખમાંથી રિધ્‍ધીબેન ત્રિવેદી, શ્વાતીબેન રાવલ, નમ્રતાબેન ઓઝા, ગીતાબેન ગામોટ, મિરાબેન ત્રિવેદી હાજર રહ્યા હતા. બાદમાં જય જય પરશુરામ હરહર મહાદેવના નારા સાથે મીટીંગ પૂર્ણ કરવામાં આવી હતી અને સાથે ભોજન પ્રસાદ લેવામાં આવ્‍યો હતો.

 

(10:19 am IST)