Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબી જીલ્લા ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફીક બ્રિગેડ ભરતી જાહેર

લાયકાત ધરાવતા મોરબી – હળવદનાં પુરૂષ તેમજ મહિલા માનદ સેવકોને પસંદ કરવામાં આવશે

મોરબી : મોરબી જીલ્લા ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટ્રાફીક બ્રિગેડ ભરતી જાહેર કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં મોરબી વિસ્તારમાં સુવ્યવસ્થિત ટ્રાફીક નિયોજન માટે ટ્રાફીક બ્રિગેડ ભરતી કરવાની છે. જે માટે નીચે મુજબની લાયકાત ધરાવતા મોરબી – હળવદનાં પુરૂષ તેમજ મહિલા માનદ સેવકોને પસંદ કરવામાં આવશે.
યોગ્યતા
(૧) જેની ઉંમર ૧૮ થી ૪૦ વચ્ચેની હોય
(ર) શૈક્ષણિક લાયકાત ધો. ૯ પાસ હોય
(૩) ઉંચાઇ ૫ ફુટ ૫ ઇંચ, છાતી સામાન્ય ૭૭ સે.મી. તેમજ ફુલાવેલી છાતી ૮૨ સે.મી.હોવી જોઇએ. (મહિલાઓ માટે ઉંચાઇ ૫ ફુટ)
(૪) મોરબી શહેર તથા હળવદ માટે હોવાથી જે-તે નગરપાલિકા વિસ્તારનાં વતની હોવા જોઇએ.
(૫) જેની વિરૂધ્ધ કોઇપણ ગુન્હો નોંધાયેલ હોવો જોઇએ નહિ. ગુનાહીત ઇતિહાસ ધરાવતાં હોવા જોઇએ નહીં.

આ અંગે નિયત થયેલ અરજી ફોર્મ અત્રેની નવી SP કચેરી, ટ્રાફીક શાખ રૂમ નં. ૧૧ મારફત મેળવી શકાશે. ઉમેદવારે અરજી ફોર્મ તથા જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા.૦૫/૦૪/૨૦૨૨ સુધીમાં નવી SP કચેરી, ટ્રાકીક શાખા રૂમ નં. ૧૧માં આપવાની રહેશે. તેમ એસ. આર. ઓડેદરા (પોલીસ અધિક્ષક, મોરબી જિલ્લા) અને જયંતિભાઈ પી. રાજકોટિયા (પ્રમુખ, મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ)ની યાદીમાં જણાવાયું છે.

(11:12 pm IST)