Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

અજંતા-ઓરપેટ ગ્રુપની અનોખી પહેલ : કર્મચારીઓ અને કુટુંબના આશરે ૨૫૦૦ જેટલા સભ્યોને ‘ધ કશ્મીર ફાઈલ’ ફિલ્મ બતાવી

સંસ્થાના દરેક કર્મચારીઓને પરિવાર સાથે સંસ્થાના ખર્ચે ‘ધ કશ્મીર ફાઈલ’ ફિલ્મ બતાવવાનું આયોજન કરાયુ

મોરબી : હાલમાં સમગ્ર દેશમાં રાજકારણ, બૉલીવુડ, વેપારીઓ, કર્મચારીઓ હોય કે સામાન્ય નાગરિક હોય દરેક વ્યક્તિ હાલમાં રિલીઝ થયેલ ધ કાશ્મીર ફાઇલ ફિલ્મની ચર્ચા કરતા જોવા મળે છે અને આ ફિલ્મની ખુબજ પ્રશંસા પણ થઈ રહી છે. ત્યારે કર્મચારી, સામાજીક અને રાષ્ટ્ર કલ્યાણના યોગદાનમાં આગવી ઓળખ ધરાવતા અજંતા-ઓરપેટ ગ્રુપ દ્વારા વધુ એક નોંધપાત્ર પહેલ રૂપે સંસ્થાના દરેક કર્મચારીઓને પરિવાર સાથે સંસ્થાના ખર્ચે ‘ધ કશ્મીર ફાઈલ’ ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવેલ હતું.
આ આયોજન અંતર્ગત તારીખ; ૨૩ માર્ચ, ૨૦૨૨ (બુધવાર) ના રોજ સિને36 સિનેપ્લેક્સ અને નેક્ષસ સિનેમા ખાતે આશરે ૨૫૦૦ જેટલા વ્યક્તિઓએ ફિલ્મ નિહાળી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ફિલ્મની સંસદમાં ભારોભાર પ્રશંસા કરી છે. ફિલ્મ ધાર્મિક કટ્ટરતા અને આતંકવાદની અમાનવીય ભયાનકતાને હિંમતભેર ઉજાગર કરે છે. બેશક આ ફિલ્મ સમાજ અને દેશને જાગૃત કરવાનું કામ કરશે. આવી વિચારપ્રેરક ફિલ્મ બનાવવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા

(11:09 pm IST)