Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબીમાં સોશ્યલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી અભદ્ર વાણી વિલાસ કરનાર વિરુદ્ધ ગુનો

ગૌરક્ષક જીલ્લા સંયોજક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી

મોરબીમાં હિન્દુવાદી સંગઠનના અગ્રણીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ફેક આઈડી બનાવી અભદ્ર વાણી વિલાસ કરવામાં આવ્યો હોય જે બનાવ મામલે અગ્રણીની પોલીસ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મોરબીની વેરાઈ શેરીના રહેવાસી અને ગૌરક્ષક જીલ્લા સંયોજક ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ઇન્સટાગ્રામ આઈડી પર દીપિકા જોશી નામના ફેક આઈડી પરથી મેસેજ કરવામાં આવ્યા હતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી વાણી વિલાસ કરી ગુનો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઇન્સટાગ્રામ આઈડી બનાવનાર અને મદદ કરનાર વિરુદ્ધ આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એ ડીવીઝન પી આઈ જે એમ આલ ચલાવી રહ્યા છે

(11:08 pm IST)