Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

માળીયાની સત્યસાંઈ વિદ્યામંદિરમાં બોર્ડના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

મોરબી જિલ્લાની બેડમિન્ટન સ્પર્ધામાં તક્ષશિલા સંકુલના પિતા અને પુત્રની ટોપ ફાઈવમાં એન્ટ્રી.

મોરબી : તાજેતરમાં ખેલ મહાકુંભ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાની અન્ડર – ૧૪ અને અબોવ- ૪૦ કેટેગરીની બેડમિન્ટનની સ્પર્ધા યોજાઈ ગઈ. તેમાં હળવદની તક્ષશિલા સંકુલના મેનેજિંગ ડિરેક્ટર ડો. મહેશ પટેલ અને તેમના પુત્ર ખંજન પટેલ ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ચૌદ વર્ષથી નીચેની વય કેટેગરીમાં  રિવર્સ પોઈન્ટ સ્કોરિંગ સિસ્ટમ અંતર્ગત ખંજન પટેલે ટોપ ફાઈવમાં પ્રવેશ મેળવ્યો હતો.

જ્યારે ચાલીસ વર્ષથી વધુની એઈજ કેટેગરીમાં ફિફ્થ પ્લેસ ગેમમા વિજેતા બની તક્ષશિલા સંકુલના એમડી મહેશ પટેલ સરે પણ ટોપ ફાઈવમાં એન્ટ્રી મેળવી હતી. આ પિતા પુત્રની જોડીએ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં બેડમિન્ટન ગેમ શીખીને લોકડાઉનનો પોઝીટીવ ઉપયોગ કર્યો હતો.
જિલ્લા કક્ષામાં ૨૭૨ જેટલા ખેલાડીઓમાથી પાંચમો નંબર મેળવનાર તક્ષશિલા સંકુલના વિદ્યાર્થી ખંજન પટેલે જણાવ્યું હતું કે હળવદ તાલુકામાં સરકાર દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ થાય તો આનાથી પણ ચોક્કસ સારું પરિણામ મળી શકે. તેમ જ અન્ડર ફોર્ટિન બેડમિન્ટનમાં પાંચ રાઉન્ડ સુધી પહોંચી ઇતિહાસ રચનાર તક્ષશિલા સ્કુલના વિદ્યાર્થી પિનાક કૈલા અને હળવદ તાલુકા વતી પ્રતિનિધિત્વ કરનાર કવન કૈલાનુ પણ શાળા દ્વારા ટ્રોફી આપી સન્માન કરાયું હતું.

(11:07 pm IST)