Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ગાંધીનગરમાં 6 એપ્રિલથી ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2022 એક્ઝિબિશન

દેશ-વિદેશના 5 હજારથી વધુ મુલાકાતીઓ આવશે : મોરબીના અનેક સિરામિક ઉદ્યોગો પણ લેશે ભાગ: ત્રી-દિવસીય એક્ઝિબિશનમાં સિરામિક્સ મશીનરી અને બ્રિક રો- મટિરિયલની લેટેસ્ટ અવનવી વેરાયટીઓ જોવા મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : વિશ્વ સ્તરે ખ્યાતનામ મોરબીના સિરામિક ઉદ્યોગ રો-મટિરિયલ્સ અને મશીનરીમાં સતત અપગ્રેડ રહે તેવા ઉદેશ સાથે ગાંધીનગર ખાતે આગામી તા.6થી 8 એપ્રિલના રોજ ઇન્ડિયન સિરામિક્સ એશિયાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગરના હેલિપેડ એકઝીબિશન સેન્ટર ખાતે આવેલા હોલ-2માં તા.6થી 8 દરમિયાન ઇન્ડિયન સિરામિક્સ એશિયા 2022નું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં સિરામિક્સ મશીનરી અને બ્રિક રો- મટિરિયલની લેટેસ્ટ અવનવી વેરાયટીઓ હશે. અહીં 1000થી વધુ ડિસ્પ્લે પર નતનવી પ્રોડક્સ જોવા તથા તેના વિશે જાણવા મળશે. આ એક્ઝિબિશનમાં 5000થી વધુ અપેક્ષિત મુલાકાતીઓ આવશે. જેમાં અલબેનીઆ, અમેરિકન સામોઆ, બલજીરિયા, ઇટાલી, જોર્ડન, નેપાળ, સ્લોવેનિઆ, ઇજિપ્ત, આઇસલેન્ડ, સાઉદી અરેબિયા, સોમાલિયા, શ્રીલંકા, સ્પેન, ઈરાન, મેક્સિકો, યુએઇ, ઓમાન, બાંગ્લાદેશ, જર્મની, તુર્કી, પોર્ટુગલ સહિતના દેશોમાંથી પણ મુલાકાતીઓ આવશે.
Messe Muenchen India Pvt. Ltd. અને Unifair Exhibition Service Co. Ltd. દ્વારા આ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. જેમાં મોરબી સિરામિક એસોસિએશનનો પણ ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો છે. આ એક્ઝિબિશનમાં મોરબીના અનેક સિરામિક ઉદ્યોગકારો ઉપસ્થિત રહેવાના છે. વધુ વિગત માટે મો.નં. 7700959763 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
મુલાકાત માટે રજીસ્ટ્રેશન કરો:
https://mmiconnect.in/app/ica-2022/visitor-registration?source=mu

(11:02 pm IST)