Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબીના વાડી વિસ્તારમાં સુવિધાઓ આપવામાં પાલિકા નિષ્ફળ : આગેવાનોની મીટીંગ મળી.

નગરપાલિકાને ઘેરાવ અને વિધાનસભા ચુંટણી બહિષ્કાર વિશે ચર્ચા કરાઈ.

મોરબી નગરપાલિકા તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડ્યું છે અને સતવારા સમાજના મહિલા પ્રમુખ હોવા છતાં વોર્ડ ૧૧ માં વાડી વિસ્તારની પ્રજા સુવિધાઓથી વંચિત છે જેથી વાડીના આગેવાનોની બેઠક મળી હતી જેમાં વાડી વિસ્તારના કામો ના થાય તો પાલિકા કચેરીને ઘેરાવ તેમજ આગામી વિધાનસભા ચુંટણી બહિષ્કાર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
મોરબી શહેરના વોર્ડ નં ૧૧ માં નગરપાલિકા તંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ આપી સકી નથી પાલિકાના પ્રમુખ કે કે પરમાર અને સતવારા સમાજના અન્ય સદસ્ય પણ ભાજપ પેનલમાં ચૂંટાયા છે વાડી વિસ્તાર માટે સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવી હોવા છતાં વિસ્તારના કામો કરવામાં આવતા નથી જેથી બુધવારે રાત્રે વાડી વિસ્તારમાં આગેવાનોની મીટીંગ મળી હતી જે મીટીંગમાં રોલા રાતડીયાની વાડી, ભાયત રોલની વાડી, કપોરીની વાડી, શિયારની વાડી, પાનેલીની વાડી અને સામતાણીની વાડીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
જે મીટીંગમાં મોરબી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧૧ માં લાઈટ, સફાઈ, પાણી અને  ભૂગર્ભ ગટર ઉપરાંત રોડ રસ્તાની સુવિધા આપવામા આવી નથી જેથી આગેવાનોએ ચર્ચા કરી હતી અને આ વોર્ડમાં નગરપાલિકાના તમામ સદસ્યો સતવારા સમાજના હોવા છતાં અને પ્રમુખ પણ સતવારા સમાજના હોવા છતાં વાડી વિસ્તારના કામો કરતા નથી જેથી વાડી વિસ્તારને પ્રાથમિક સુવિધાઓ નહિ મળે તો નગરપાલિકાને ઘેરાવ કરાશે તેમજ વિધાનસભા ચુંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

(11:00 pm IST)