Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

માળિયાના નવાગામ નદીના કાંઠેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ગરમ અને ઠંડો આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો અને બાઈક સહીતનો મુદામાલ જપ્ત કર્યો

માળિયા તાલુકાના નવાગામમાં આવેલ નદીના કાંઠે દરોડો કરી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી, આથો અને સાધનો સહિતનો મુદામાલ જપ્ત કરી બે શખ્શોને ઝડપી લીધા છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમીયાન બાતમીને આધારે નવાગામમાં નદીના કાંઠે બાવળની કાંટમાં દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવતા પોલીસે ગરમ અને ઠંડો આથો, દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો અને બાઈક સહીત ૧૫,૭૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આરોપી સમીર જાકીર જેડા (રહે ખીરઈ તા. માળિયા )અને અકબર વલીમામદ મેર( રહે ફતેપર તા. માળિયા વાળા) ને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

(10:57 pm IST)