Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબી : પટેલ વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવી ૨૨ લાખ પડાવનાર ચાર આરોપીઓ જેલહવાલે.

ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા

મોરબી :શહેરમાં પટેલ વૃદ્ધ પાસે ફ્લેટ વેચાણ માટે ટોકન પૈસા આપવાના બહાને આવેલી મહિલાઓના સાગરીતોએ ફોટો પાડી ધમકીઓ આપી કારમાં બેસાડી અપહરણ કરી ૨૨ લાખ પડાવી લીધાની ફરિયાદ નોંધાયા બાદ એલસીબી ટીમે છ ઇસમોને ઝડપી લીધા હતા જે પૈકી ચાર આરોપીના બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા હતા
મોરબીના રવાપર રોડ પર રહેતા રામજીભાઈ હરિભાઈ પરેચાને હનીટ્રેપમાં ફસાવી ગાડીમાં અપહરણ કરી ધમકીઓ આપી ૨૨ લાખની રકમ પડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી  જે ફરિયાદને પગલે એલસીબી ટીમે મહિલા આરોપીઓ રિન્કુબેન અંકિત નાગલા અને ઉષાબેનને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કર્યા હતા
જયારે અન્ય આરોપીઓ દિલીપ કાન્તિલાલ મિસ્ત્રી, અંકિત ઉર્ફે ગટુ દિનેશ નાગલા, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવીણ બારોટ અને અનીલ ઉર્ફે દેવો વિનુ રાવળ એમ ચાર આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા જેથી બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ચાર આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે.

(10:56 pm IST)