Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

બે દિવસની દેશવ્યાપી હડતાલમાં મોરબી જીલ્લાના તમામ પોસ્ટ ઓફીસ કર્મચારીઓ જોડાશે.

તા. ૨૮ અને ૨૯ ના રોજ ઓલ ઇન્ડિયા પોસ્ટ એમ્પ્લોયઝ યુનિયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી હડતાલનું એલાન

મોરબી : આગામી તા. ૨૮ અને ૨૯ ના રોજ ઓલ ઇન્ડિયા પોસ્ટ એમ્પ્લોયઝ યુનિયન દિલ્હીના આદેશ મુજબ દેશ વ્યાપી હડતાલનું એલાન કરાયું છે જેમાં મોરબી જીલ્લાની તમામ પોસ્ટ ઓફીસના કર્મચારીઓ હડતાલમાં જોડાશે
પોસ્ટ ઓફીસના કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ જેવી કે જૂની પેન્શન યોજના લાગુ કરવી, ૧૮ મહિનાનું એરીયર્સ બાકી છે તે આપવું, ફિનાકલ સર્વરનો પ્રોબ્લેમ દુર કરવો, જીડીએસ માટે કમલેશચંદ્ર કમિટીના રીપોર્ટ મુજબ માંગણીઓ સ્વીકાર કરવી સહિતના પ્રશ્ને તા ૨૮ અને ૨૯ માર્ચના રોજ બે દિવસની હડતાલ કરવામાં આવશે ત્યારે મોરબી એમડીજી સહિતની તમામ એસ ઓ અને ગામડાની બી ઓ ના તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાશે
જે અંતર્ગત સોમવારે સવારે ૦૮ : ૩૦ કલાકે મેઈન પોસ્ટ ઓફીસ ખાતે ધરણા અને સુત્રોચ્ચાર કરવામાં આવશે તેમ પ્રમુખ પ્રભાતભાઈ ડાંગરની યાદીમાં જણાવ્યું છે

(10:52 pm IST)