Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબીમાં એક જ દીકરી ધરાવતા પરિવારના સન્માન માટે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ

સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ દ્વારા ફક્ત એક જ દીકરી ધરાવતા પરિવારોના સન્માનનો કાર્યક્રમ યોજાશે

મોરબી : સેતુબંધ ફાઉન્ડેશન અને ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ દ્વારા આવનાર દિવસોમાં ફક્ત એક જ દીકરી ધરાવતા પરિવારોના સન્માનનો કાર્યક્રમ યોજાનાર છે જેના રજીસ્ટ્રેશન માટે ફોર્મ ભરવાનું ચાલુ છે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ છે

 
જેથી કાર્યક્રમમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન માટે સેતુબંધ ફાઉન્ડેશન ઓફીસ, અપૂર્વ કન્સલ્ટન્ટ, ૧૦ રાજધાની કોમ્પ્લેક્ષ, હોટેલ મનાલી વાળી શેરી, નવા બસ સ્ટેન્ડ સામે શનાળા રોડ મોરબી ખાતે સંપર્ક કરવો વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૮૨૫૧ ૩૯૯૯૨ અને ૮૪૬૦૯ ૧૧૭૭૯ પર સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ કાંતિલાલ બાવરવાની યાદીમાં જણાવ્યું છે.

(9:46 am IST)