Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબી અને વાંકાનેરના બે બુટલેગરને પાસા તળે જેલ ધકેલાયા

મોરબી જીલ્લામાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલ બે બુટલેગરને પાસા તળે ડીટેઈન કરીને સુરત અને પોરબંદર જેલ ધકેલવામાં આવ્યા છે
મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાની સુચનાથી પ્રોહીબીશન, આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ શખ્શો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બે ગુનેગારોના પાસા વોરંટ ઇસ્યુ થયા હતા જેથી પ્રતિબંધિત ઈંગ્લીશ દારૂ પરપ્રાંતમાંથી લાવી તેનું વેચાણ કરતા તેમજ આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલ શખ્શોને ઝડપી લેવા એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એન બી ડાભીના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી પાસા વોરંટ બજવણી કરતા યશપાલસિંહ ધનુભા જાડેજા રહે ખાનપર તા. મોરબી અને સમીર આદમ દલ્પોત્રા રહે વાલાસણ તા વાંકાનેર એમ બે ઇસમોને પાસા તળે લાજપોર મધ્યસ્થ જેલ સુરત અને જીલ્લા જેલ પોરબંદર હવાલે કરવામાં આવ્યા છે

(10:38 pm IST)