Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

જામનગરમાં 3 પૂર્વ કોર્પોરેટર ભાજપમાં ભળ્યા

સુરેશભાઈ આલરીયા અગાઉ ભાજપમાંથી ચૂંટાયેલા હતા અને પૂર્વ ડેપ્યુટી મેયર હતા

જામનગરમાં શહેર ભાજપ કાર્યાલયે મહાનગરપાલિકાના વોર્ડ નંબર-13ના પૂર્વ કોર્પોરેટર નિર્મલાબેન કામોઠી, વોર્ડ નંબર-9ના પૂર્વ કોર્પોરેટર ભારતીબેન જડિયા,વોર્ડ નંબર-14ના પૂર્વ કોર્પોરેટર સુરેશભાઈ આલરીયા ભાજપમાં આજે વિધિવત પ્રમુખ વિમલભાઈ કગથરાના હસ્તે ખેસ પેરી ભાજપમાં પ્રવેશ કર્યો છે. ત્રણેય પૂર્વ કોર્પોરેટરોને શહેર ભાજપમાં કોઈપણ શરત વગર પ્રવેશ મેળવ્યા હોવાનું પ્રમુખે મીડિયાને જણાવ્યું હતું.અગાઉ ભાજપમાં હતા અને ફરી ભાજપમાં જોડાયા છે.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(8:13 pm IST)
  • શું આ દિવસની જ રાહ જોવાઈ રહી હતી ? : ગણતંત્ર દિવસે કિસાન રેલી અને પોલીસ વચ્ચે ઝપાઝપી : સરકારે ધાર્યું હોત તો ખેડૂતોનો પ્રશ્ન વહેલો હલ થઇ શક્યો હોત : કોઈ અદ્રશ્ય શક્તિ રાજકારણ ખેલી રહી છે : શિવસેના આગેવાન સંજય રાઉતનો મોદી સરકાર ઉપર પ્રહાર access_time 6:17 pm IST

  • મહારાષ્ટ્રના ૨ ગુજરાતીઓનું પદ્મશ્રી એવોર્ડથી સન્માન: લિજ્જત પાપડના જશવંતીબેન પોપટ અને રજનીકાંત શ્રોફને પદ્મશ્રી એવોર્ડ જાહેર: લિજ્જત પાપડ શરૂ કરનાર સાત મહિલાઓ પૈકીના રઘુવંશી જશવંતીબેન જમનાદાસ પોપટ અને યુનાઈટેડ ફોસ્ફરસના રજનીકાંત દેવીદાસ શ્રોફને કેન્દ્ર સરકારે આજે પદ્મશ્રી એવોર્ડ અપાયાની જાહેરાત કરી છે access_time 1:03 am IST

  • દસ્તાવેજો અમેરિકી સંસદને સુપ્રત: અમેરિકાના પૂર્વ મુખ્યમંત્રી ડોનાલ્ડ ટ્રમ્પને impeachment કરતા દસ્તાવેજો અમેરિકી સંસદને સુપ્રત કરવામાં આવ્યા છે access_time 11:07 am IST