Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

અમરેલી જીલ્લામાં ૪૯૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩૮ની પેટા ચૂંટણી માટે તૈયારી

 (અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૨૪ : રાજય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમરેલી જિલ્લામાં ૪૯૦ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૩૮ ગ્રામપંચાયતોની પેટા ચૂંટણી આગામી તા.૧૯ ડિસેમ્બર-૨૦૨ ૧ના રોજ યોજાશે. ગ્રામપંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/ પેટા ચૂંટણી માટેના જાહેર થયેલા કાર્યક્રમ પ્રમાણે ચૂંટણીની જાહેરાતની તા. ૨૨-૧૧-૨૦૨૧ છે. ચૂંટણીની નોટીસો/જાહેરનામાં પ્રસિધ્ધ કરવાની તા. ૨૯-૧૧-૨૦૨૧ છે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તા. ૦૪-૧૨-૨૦૨૧ અને ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની છેલ્લી તા. ૮-૧ ર- ૨૦૨૧ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તા. ૦૭-૧૨-૨૦૨૧ અને મતદાન૧૯-૧૨-૨૦૨૧ (રવિવાર) સવારના ૭:૦૦વાગ્યાથી સાંજના ૮:૦૦ વાગ્યા સુધી યોજાશે. જરૂરી જણાય તો પુનઃ મતદાનની તારીખ ૨૦-૧૨-૨૦૨૧ અને મતગણતરીની તારીખ ૨૧-૧૨-૨૦૨૧ છે. અને ચૂંટણી-ક્રિયા પૂરી થવાની તા.૨૪-૧૨-૨૦૨૧ છે. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ આદર્શઆચાર સંહિતાાનું બરાબર પાલન થાય તથા ફરિયાદોના નિકાલ માટે અસરકારક મોનિટરિંગ કરવામાં આવે તેહેતુથી સંબંધિત તાલુકા આચાર સહિતા માટેટીમની રચના કરી નોડલ અધિકારીઓને નિયુકત કર્યા છે.

(1:07 pm IST)