Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

જસદણ શહેર - પંથકમાં કોરોનાનો કહેર યથાવત વધુ ૨૨ લોકો કોરોનાની ઝપટે

જસદણની ૬ મહિલા અને ૬ પુરૂષ,તેમજ આટકોટ ૩ સાંણથલી ૧ રણજીતગઢ ૧ વિંછીયા ૨ રાજકોટ ૧ એમ કુલ ૨૦ પોઝિટિવ : રાજકોટ લેબ,માં જસદણમાં વધુ બે વ્યક્તિઓનો રિપોર્ટ પોઝીટીવ

આટકોટ : આજરોજ જસદણ શહેર / તાલુકામાં ૧૧૨ અને વિંછીયા શહેર / તાલુકામાં ૪૩ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમા જસદણ શહેરની ૬ મહિલા અને ૬ પુરૂષનો તેમજ આટકોટ ૩ સાંણથલી ૧ રણજીતગઢ ૧ વિંછીયા ૨ રાજકોટ ૧ એમ કુલ ૨૦ વ્યક્તિઓનો કોરોના રેપીડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છેતેમજ RTPCR રાજકોટની લેબોરેટરી રિપોર્ટમાં જસદણના 2 વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે

(8:30 pm IST)