Gujarati News

Gujarati News

News of Friday, 22nd April 2022

જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUI ના આંદોલન અને રજૂઆત બાદ અંતે વિભાજી સરકારી શાળા ને ફાયર વિભાગ એ કરેલ સિલ ખોલાયું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ : જામનગરમાં શિક્ષણ વિભાગ દ્વારા  ફાયર સેફ્ટી ના સાધનો ની ગ્રાન્ટ ફાળવવા માં  ના આવતા ફાયર વિભાગ જામનગર દ્વારા વિભાજી સરકારી શાળા માં સિલ મારવા માં આવેલ હતું. બંને સરકારી તંત્ર ની ભૂલ નો ભોગ સરકારી શાળા ના વિદ્યાર્થીઓ ને બનાવો નો સમય આવ્યો હતો. જે અંગે લેખિત રજૂઆત માર્ચ મહિના માં જ ફાયર વિભાગ ને કરી હતી અને સિલ ખોલવા માટે વિનંતી કરેલ હતી. પરંતુ અધિકારીઓ એ રજૂઆત ધ્યાને લીધેલ ના હતી,ત્યાર બાદ થોડા દિવસ પેહલા ફાયર ઓફિસ માં કોંગ્રેસી કાર્યકરોએ આ અંગે ધરણા કર્યા હતા. અને જિલ્લા શિક્ષણ અધિકારી ને મૌખિક રજૂઆત કરી હતી કે, હાલ ચાલુ વાર્ષિક પરીક્ષા ના સમય માં વિદ્યાર્થિઓ ને પડતી સમસ્યા ધ્યાને લઇ વિદ્યાર્થીઓના હિતમાં શાળાનું શીલ ખોલવામાં આવે તેવી માગણી કરી હતી. જેથી અંતે વિભાજી સરકારી શાળા નું સિલ ફાયર વિભાગ દ્વારા ખોલવા માં આવ્યું છે. વિદ્યાર્થિઓ ને બોર્ડ ની પરીક્ષા સમયે સિલ ને લીધે વેદના ભોગવવા નો સમય તો આવ્યો હતો પણ અંતે વાર્ષિક પરીક્ષા સના મયે ભલે મોડા તો મોડા સિલ ખોલવા માં આવ્યા તે માટે પણ યુવક કોંગ્રેસ અને  NSUI જામનગર જિલ્લા શિક્ષાધિકારી, મ્યુનિસિપલ કમિશ્નર તેમજ ચીફ ફાયર ઓફિસર નો આભાર પણ વ્યક્ત કર્યો હતો.(તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:48 pm IST)