Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ચેક રિટર્ન કેસમાં મોરબી કોર્ટે નાસિકના આરોપી વેપારીને એક વર્ષની કેદ અને બમણી રકમ ચૂકવવાનો આદેશ કર્યો

મોરબીની સિરામીક ફેક્ટરીમાંથી ટાઇલ્સ ખરીદ કર્યા બાદ બિલના નાણાંનો ચેક આપનાર મહારાષ્ટ્રના નાસિકના વેપારીનો ચેક રિટર્ન થયો હતો

મોરબી : મોરબીની સિરામીક ફેક્ટરીમાંથી ટાઇલ્સ ખરીદ કર્યા બાદ બિલના નાણાંનો ચેક આપનાર મહારાષ્ટ્રના નાસિકના વેપારીનો ચેક રિટર્ન થતા ચેક રિટર્ન કેસમાં મોરબીની કોર્ટે આરોપી વેપારીને એક વર્ષની કેદ અને બમણી રકમ ચૂકવવા આદેશ કર્યો છે.

આ કેસની વિગત મુજબ મોરબીના રંગપર બેલા નજીક આવેલ ફ્લોરિસ સિરામિકમાંથી વર્ષ 2020માં રૂપિયા 2,36,460ની ટાઇલ્સનો જથ્થો ખરીદી મહારાષ્ટ્ર નાસિકની ઓમ સાઈ સીરામીક પેઢીના પ્રોપ્રાઇટર દત્તાત્રેય રઘુનાથ કેકરેએ આપેલો ચેક રિટર્ન થતા ફ્લોરિસ સિરામિક વતી રમણીકલાલ ડાયાભાઇ બારૈયાએ મોરબીની કોર્ટમાં ચેક રિટર્ન અંગેનો કેસ કરતા નામદાર કોર્ટે આરોપી દત્તાત્રેય રઘુનાથ કેકરેને એક વર્ષની કેદ અને ચેકની બમણી રકમ એટલે કે 4,72,920 ચૂકવવા હુકમ કર્યો હતો. ફરિયાદ પક્ષે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલિનકુમાર ટી. અઘારા રોકાયા હતા.

(11:13 pm IST)