Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

અકિલા ન્યુઝ : અમરેલી-ખાંભાના રાયડી ગામમાં ડાલામથ્થા સિંહની લટાર, ગામમાં ઘૂસીને સિંહે પશુનો કર્યો શિકાર, રાયડી ગામમાં સિંહના આંટા ફેરા કરતો વિડીયો સીસીટીવી કેમેરામાં થયો કેદ.

અકિલા ન્યુઝ : રાજકોટના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગઈકાલે સાંજે ભૂગર્ભ ગટરની સફાઇ વખતે ગટરના મેનહોલમાં ખાબકેલો શ્રમિક મેહુલ મેસડા ગેસ ગળતરથી બેભાન થઇ ગયો હતો, તેને બચાવવા દોડેલા કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફર પણ ગેસ ગળતરનો ભોગ બન્યા હતા અને બંનેના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. બાદમાં બન્નેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે અહીં કોન્ટ્રાક્ટરની લાશ તેમના પરિવારે સ્વીકારી લીધી હતી. પરંતુ શ્રમિકની લાશ હજુ સુધી તેમના પરિવારે સ્વીકારી નથી. ન્યાય ની માંગ સાથે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં જ ધરણા પર બેસી રામધૂન બોલાવી

અકિલા ન્યુઝ : રાજકોટ સહીત અનેક વિસ્તારો માં ધોધમાર વરસાદ શરુ થયો, ખેડૂતો ને ભારે નુકશાન થવાની ભીતિ, જુઓ લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

અકિલા ન્યુઝ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજકોટ , ધોરાજી , મોટી પાનેલી , જામજોધપુર , જુનાગઢ , ગોંડલ , ઉપલેટા , લોધીકાના બાલસર , ઉપલેટાના મોટી વાવડી સિદસર ઉમાધામ , લોધીકાના વાજડી વડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. (વિડિયો : દર્શન મકવાણા (જામજોધપુર) ચંદ્રેશ હીરાણી (મોટી પાનેલી) વિનુ જોશી (જુનાગઢ ) ભીખુપરી ગોસાઈ (ખીરસરા) ભાવેશ ભોજાણી (ગોંડલ) સંજય ડાંગર( ધ્રોલ) કિશોર રાઠોડ (ધોરાજી)

અકિલા ન્યુઝ : કચ્છના ગાંધીધામમાં પવન સાથે જોરદાર વરસાદ પડતાં વાહન વ્યવહારને અસર થઈ હતી.

અકિલા ન્યુઝ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલી મા ઘઉ ના ઉભા પાકને કમોસમી વરસાદથી થયેલ નુકશાની નો વિડીયો તથા મોટી પાનેલી મા અનરાધાર કમોસમી વરસાદથી શેરીઓમાં પાણી ભરાયા હતા. (વિડિયો ચંદ્રેશ હિરાણી મોટી પાનેલી)

અકિલા ન્યુઝ : રાજકોટ ના કિડની હોસ્પીટલ સામે, સમરસ હોસ્ટેલ પાસે ગંગોત્રી પાર્ક રોડ પર ગાજવીજ અને પવન સાથે અનરાધાર વરસાદ વિડિયો (પરીશ જોશી)