Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જામનગરના કાલાવડ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો

નીકાવા, આણંદપર, વડાલા, પાતા મેઘપરમાં ધોધમાર વરસાદથી ખેડૂતો પરેશાન:ઘઉં, ચણા, મેથી, ધાણા સહિતના પાકને ભારે નુકસાન થવાનો અંદાજ

જામનગરના કાલાવડ પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. નીકાવા, આણંદપર, વડાલા, પાતા મેઘપરમાં ધોધમાર વરસાદથી ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. ઘઉં, ચણા, મેથી, ધાણા સહિતના પાકને ભારે નુકસાન થવાનો અંદાજ છે. કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે.

   
(11:01 pm IST)