Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મોરબીના મકરાણીવાસ નજીક એકટીવામાં બીયરના જથ્થા સાથે એક ઝડપાયો.

મોરબી એ ડીવીઝન પોલીસે મકરાણીવાસ ચોક નજીકથી એકટીવામાં લઈને જતા બીયરના જથ્થા સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મકરાણીવાસ ચોક પાસે એકટીવા જીજે ૩૬ એબી ૮૯૦૯ શંકાસ્પદ લાગતા ચાલકનું પુછપરછ કરતા ચિરાગ અશોકભાઈ પઢીયાર હોવાનું જણાવ્યું હતું અને એકટીવામાંથી બીયરના ટીન નંગ-૮ કીમત રૂ.૮૦૦ તથા એકટીવા એમ કુલ મુદામાલ કીમત રૂ.૩૦,૮૦૦ સાથે ચિરાગને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:52 pm IST)