Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

મોરબીના ત્રાજપર ચાર રસ્તા નજીક દુકાનમાંથી બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

ત્રાજપર ચાર રસ્તા નીક પોલો ટાઈલ્સ નામની દુકાનમાં બિયરનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો

મોરબી બી ડીવીઝન પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ત્રાજપર ચાર રસ્તા નજીક દુકાનમાંથી બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ચાર રસ્તા નીક પોલો ટાઈલ્સ નામની દુકાનમાં બિયરનો જથ્થો રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જ્યાથી આરોપી મુકેશભાઈ મીઠાભાઈ પરમાર બીયરના ટીન નંગ ૭ કીમત રૂ.૭૦૦ સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:51 pm IST)