Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ભાવનગરના પાલીતાણામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ :

ભાવનગર શહેર અને જિલ્લામાં હજુ પણ માવઠાનો માહોલ યથાવત

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આજે બપોરે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

ગોહિલવાડ પંથકમાં હજુ પણ માવઠાનું વાતાવરણ જળવાઈ રહ્યું છે અને કમોસમી વરસાદ પડી રહ્યો છે. પાલીતાણા પંથકમાં આજે બપોરે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને રસ્તાઓમાં પાણી ફરી વળ્યું હતું. જ્યારે ભાવનગર શહેરમાં આજે સાંજે કમોસમી વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ યથાવત રહેતા લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ અસર દેખાઈ રહી છે. અને ખેડૂત વર્ગમાં ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.
ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી અને લઘુતમ તાપમાન 22.0 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 52 ટકા નોંધાયું હતુ.જયારે પવનની ઝડપ 16 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(7:05 pm IST)