Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાચમાં દિવસે પણ વરસાદ : ખંભાળિયા સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૨ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાચમાં દિવસે પણ વરસાદ પડ્યો છે.ખંભાળિયામાં અચાનક  વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.શહેર સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.સામોર, વડત્રા, હરિપર, ખોખરી, સહિતના ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત છે.જીરું, ઘઉં, ચણા, ધાણા, જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ખંભાળિયા શહેરમાં અચાનક કમોસમી વરસાદ થતાં નગરજનોને ઠંડીનો અહેસાસ થયો છે.

 

(4:34 pm IST)