Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

અમરેલી પાસે ૧ લાખનો દારૂ ભરેલ કાર ઝડપાઇ

અમરેલી તા. રર :.. તાલુકા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમિયાન હકિકત મળેલ કે, એક સફેદ કલરની મારૂતિ સ્‍વીફટ કાર દારૂની બોટલો ભરી સાવરકુંડલાથી અમરેલી તરફ આવે છે. તેવી બાતમી આધારે ગોખરવાળા ગામ પાસે આવેલ શેત્રુંજી નદીના પુલ ઉપર વોચમાં રહી, ઘનશ્‍યામ નાનજીભાઇ મેર, ઉ.૩૩, અમરેલી, રોકડીયાપરાને ઝડપી લીધેલ છે. જયારે ધર્મેશ ઉર્ફે ધમો મનુભાઇ વાળા, રહે. અમરેલી, રોકડીયાપરા ફરાર થઇ ગયેલ છે.

પકડાયેલ મુદામાલ (૧) મેકડોવેલ્‍સ નંબર ૧, કલેકશન વ્‍હીસ્‍કી ઓરીજલની ૭પ૦ એમ. એલ. ની બોટલો નંગ ૧૭૯ કિ. રૂા. પ૧,૭૩૧ (ર) રોયલ ચેલેન્‍જર, ફાઇન રીઝર્વ વ્‍હીસ્‍કીની ૭પ૦ એમ. એલ. ની બોટલો નંગ ૧૦૮, કિ. રૂા. ર૯,૧૬૦ (૩) ઓલ સિઝન્‍સ, ગોલ્‍ડન કલેકશન રીઝર્વ વ્‍હીસ્‍કીની ૭પ૦ એમ. એલ. ની બોટલ નંગ ૧૦૮, કિ. રૂા. ૩૪,૦ર૦ મળી કુલ બોટલ નંગ ૩૯પ જેની કિ. રૂા. ૧,૧૪,૯૧૧ તથા એક ફોર વ્‍હીલ ગાડી કિ. રૂા. ૩,૦૦,૦૦૦ તથા એક મોબાઇલ ફોન જેની કિ. રૂા. ૧૦,૦૦૦ મળી કુલ કિ. રૂા. ૪,ર૪,૯૧૧ નો છે. આ કામગીરી એલ. સી. બી. પોલીસ ઇન્‍સ. એ. એમ. પટેલ તથા પો. સ. ઇ. એમ. બી. ગોહીલ તથા પો. સ. ઇ. એમ. ડી. સરવૈયા તથા એલ. સી. બી. ટીમના એ. એસ. આઇ. યુવરાજસિંહ રાઠોડ, જીજ્ઞેશભાઇ અમરેલીયા, ઘનશ્‍યામભાઇ મકવાણા તથા હેડ કો. રાહુલભાઇ ચાવડા, અજયભાઇ સોલંકી તથા પો કો. શિવરાજભાઇ વાળા,  તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

(1:37 pm IST)