Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

જેતપુરમાં તહેવારોને અનુલક્ષી શાંતિ સમિતિની મીટીંગ

જેતપુર : શહેરમાં હિન્‍દુ-મુસ્‍લિમ સમાજના તહેવારો આવતા હોય જ્‍યારે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટીંગ બોલાવવામાં આવે છે. જે મુજબ ચેટીચાંદ, રામનવમી મહાવીર જયંતી તેમજ રમઝાન માસ શરૂ થતો હોય શહેરમાં શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ જળવાય રહે અને દરેક તહેવારો ધામધુમપૂર્વક ઉજવાય માટે ડીવાયએસપી રોહીત ડોડીયાના અધ્‍યક્ષ સ્‍થાને અને યોગા હોલ ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાય હતી. જેમાં દરેક સમાજના આગેવાનો શહેર અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ. સીટી પી.આઇ એ.આર. હેરમાએ માર્ગદર્શન આપેલ હતું.(તસ્‍વીર-અહેવાલ : કેતન ઓઝા-જેતપુર)

(1:35 pm IST)