Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ધ્રોળની ચોરીનો ૧ર વર્ષથી ફરાર પરપ્રાંતીય ઝડપાયો

જામનગર, તા., ૨૨: ધ્રોલ પોલીસ સ્‍ટેશનના ફર્સ્‍ટ ગુના નં. ૧૯/૨૦૧૧ આઇપીસી કલમ ૪પ૭, ૩૮૦, ૧૧૪ મુજબ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી સાહેબસીંગ વેલસીંગ ભુરીયા રહેવાસી ફુટતળાવ  તા.જોબટ જી. અલીરાજપુર મધ્‍યપ્રદેશ વાળો હાલ માળીયા તાલુકાના વેજલપર ગામની વાડી વિસ્‍તારમાં આવેલ છે જેથી હકિકત વાળી જગ્‍યાએ તપાસ કરતા બાજુમાં કોલસાના કારખાના પાસેથી આરોપી મળી આવતા ઘટીત કાર્યવાહી થવા સારૂ ધ્રોલ પોલીસ સ્‍ટેશન ખાતે સોંપી આપેલ છે.

આ કામગીરી પેરોલ/ફર્લો સ્‍કવોડના પો.સ.ઇ. એલ.જે.મિયાત્રા, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા તથા હેડ કોન્‍સ. ગજેન્‍દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્‍લોચ, ભરતભાઇ ડાંગર, રણજીતસિંહ પરમાર તથા પો.કોન્‍સ. મહિપાલભાઇ સાદીયા, ધર્મેન્‍દ્રભાઇ વૈષ્‍ણવ તથા એલસીબીના હેડ કોન્‍સ. નિર્મળસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. બળવંતસિંહ પરમારનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(1:35 pm IST)