Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

કેશોદનાં કરેણીયા બાપાનાં મંદિર પાસે માંગરોળ રોડ પર આવેલી ગારી બુરી દેવાતાં અસરગ્રસ્‍ત ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી રજૂઆત કરી

કેશોદ તા. ૨૨ :  માંગરોળ રોડ પર આવેલ કરેણીયા બાપાનાં મંદિર પાસે પાંજરાપોળ સહિત સાઈઠ જેટલા ખાતેદારો ને લાગું પડતી ગારી આવેલ છે ત્રણ કિલોમીટર સુધી લાંબી આ ગારી માં વરસાદી પાણીના નિકાલ માટે ઉપરાંત ખેડૂતો ખેતમજૂરો પોતાના ખેતીકામ માટે ખાતર બિયારણ ઉપજ નાં પાક ઘાસચારો લાવવા મુકવા નવાબી કાળથી ઉપયોગમાં વપરાશમાં લેવામાં આવે છે ત્‍યારે માંગરોળ રોડ ટચ ખેતીની જમીન બિનખેતી થતાં પોતાની હદમાં હયાત ગારી આવે છે એવું એકતરફી નિર્ણય કરી ચૂનાથી પટ્ટો કરી યુદ્ધનાં ધોરણે જેસીબી મશીનથી માટી પથ્‍થર થી ભરતી કરી ગારી ની જગ્‍યા પોતાની જમીન સાથે ભેળવી દેતાં વરસાદી પાણીના નિકાલ નું વહેણ રોકવામાં આવેલ છે. અસરગ્રસ્‍ત ખેડૂતો દ્વારા લેખિતમાં રજૂઆત કરવા મામલતદાર કચેરીએ પહોંચી નવાબી કાળનાં સમયની ગારી ખુલ્લી કરાવવા માંગ કરી હતી.

 કેશોદ પંથકમાં છેલ્લાં ચારેક વર્ષથી નદી નાળા વોકળા વરસાદી પાણીના નિકાલ માટેની જમીન ઉપરાંત ટીપ્‍પણ માં દર્શાવતાં રાજમાર્ગ પર આડેધડ વિવાદાસ્‍પદ દબાણ થઈ રહ્યાં છે ત્‍યારે લેન્‍ડ ગ્રેબીગ નો કાયદો અમલમાં આવેલ છે પરંતુ કાયદો અને વ્‍યવસ્‍થાનો ડર હોય એવું લાગતું નથી. અસરગ્રસ્‍ત રહીશો રજુઆત કરવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી થતી નથી ત્‍યારે આવનારાં દિવસોમાં જળબંબાકારની સ્‍થિતિ ઉભી થશે તો જવાબદારી કોની રહેશે.

(1:34 pm IST)