Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ખંભાળીયાના રામનગરના મહિલા સરપંચના પતિ તથા સદસ્‍યાના પતિ બે દિ'ની રીમાન્‍ડ પર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. રર : ખંભાળિયા તા. ના રામનગર વિસ્‍તારમાંથી માટી, મોરમના વાહનોને ગ્રામ પંચાયત વિસ્‍તારમાંથી નીકળવા દેવા બાબતે રામનગરના સરપંચ રંજનબેનના પતિ સુનીલ કાંતીલાલ નકુમ, ગ્રા. પં.ના સરપંચના મંત્રીશ્રી જીતુ રમેશભાઇ નકુમ, ગ્રા.સ. પાંચા મનજી નકુમ તથા સદસ્‍યાના પતિ લલીત વેલજી ડાભીની ત્રણ લાખ રૂપિયામાં થયેલા સેટીંગ સંદર્ભે બે લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયેલા.

આ પ્રકરણમાં એ.સી.બી. રાજકોટના નિયામક વી.કે. પંડયાના માર્ગદર્શન હેઠળ પો. ઇ. એ.સી.બી. એ આર. ગોહીલે તપાસ હાથ ધરીને આરોપીઓની પુછપરછ કરીને તેમને ખંભાળિયા સેસન્‍સ કોર્ટમાં રજૂ કરીને  ત્રણ દિવસના રીમાન્‍ડ માંગતા મેજીસ્‍ટ્રેટ બે દિવસના રીમાન્‍ડ આપતા ચારેય આરોપીના ઘેર ચેકીંગ દરોડા તપાસ તથા પુછપરછ હાથ ધરી છે.

ખંભાળિયામાં સરપંચના પતિ આવી રીતે બે લાખની લાંચમાં પ્રથમ વાર પકડાતા ભારે ચર્ચા જાગી હતી. તાજેતરમાં ધારાસભાની ચૂંટણીમાં પણ આ સરપંચ જુથ દ્વારા આ આદમી પાર્ટીમાં કામ કર્યુ હતું જે લાંચમાં પકડાતા ભારે ચર્ચા જાગી છે.

(1:34 pm IST)